તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિ.માં સિઝનના વરસાદે 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 9 તાલુકાઓમાં અત્યાર સુધી કુલ 10489 મીમી વરસાદ પડ્યો : સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 226.92 % વરસાદ
  • 5 તાલુકામાં માત્ર 150 % વરસાદ નોંધાયો જિલ્લાના 2 તાલુકામાં 200 % વધુ વરસાદ
  • સૌથી ઓછો વરસાદ ઝઘડીયા તાલુકા 80.01 % નોંધાયો
  • ભરૂચ જિલ્લાનો ચાલુ સિઝનનો સરેરાશ 165.16 % વરસાદ નોંધાયો

અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં ચાલુ સિઝનમાં વરસાદે છેલ્લા 15 વર્ષનો રોકર્ડ તોડ્યો છે. આ સિઝનનો વરસાદ 10489 મીમી વરસાદ સરેરાશ 165.16 % વરસાદ ચાલુ વર્ષે પડ્યો છે. જેમાં સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 226.92 % વરસાદ પડ્યો છે. સૌથી ઓછો વરસાદ ઝગડિયા તાલુકામાં 80.01 % પડ્યો છે. જિલ્લાના 2 તાલુકામાં 200 % વધુ વરસાદ અને 5 તાલુકામાં 150 % થી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યભરમાં અંકલેશ્વર તાલુકો સરેરાસ વરસાદમાં ચોથા નંબરે રહ્યો છે. ભૂચ જિલ્લામાં ચાલુ વરસાદી સિઝનમાં મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો. ભાદરવામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ખેડૂતો હજી પણ ખેતરોમાં જતાં પણ મુશ્કેલી અનુભવે છે. 

આ વખતની સિઝનમાં ભરપુર માત્રામાં વરસાદ થયો છે. ભરૂચ જિલ્લાનાં હવામાન વિભાગ ખાતે 1989 થી 2018 સુધી નોંધાયેલો સિઝનનો એવરેજ વરસાદ 7050 મીમી રહ્યો છે. જેની સામે ચાલુ વર્ષે સિઝનનો અત્યારસુધીનો કુલ વરસાદ 10489 મીમી નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં વર્ષ  2005 થી 2019 સુધીમાં માત્ર 2013માં 10105 મીમી વરસાદ ભરૂચ જિલ્લામાં પડ્યો હતો. જેની સામે ચાલુ વર્ષે પાછળ 15 વર્ષનો રેકોર્ડ તોડી ઇતિહાસ સર્જક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસુ હજી પણ 3જી ઓક્ટોબર સુધી સક્રિય રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જિલ્લામાં વરસાદ પોતાના ચોથા રાઉન્ડમાં છેલ્લા 2 દિવસ 9 તાલુકામાં વરસી રહ્યો છે. તેમજ વરસાદ છાયા વાતાવરણ જોતા હજી પણ વરસાદ ચાલુ રહી શકે છે. ચોમાસાના મોસમના 115 દિવસ પૈકી 57 દિવસ વરસાદ પડ્યો છે.  

રાજ્યમાં સૌથી વધુ વરસાદમાં અંકલેશ્વર ચોથા નંબરનો તાલુકો 
ચાલુ વર્ષે વરસેલા વરસાદમાં જિલ્લામાં સૌથી વધુ  સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 226.92 % વરસાદ પડ્યો છે. જે રાજ્યના તમામ તાલુકા વારમાં 4 નંબરે સૌથી વધુ વરસાદ પડ્યો હોય તે તાલુકા બન્યો છે.  પ્રારંભિક 2 મહિના રાજ્ય પહેલા નંબરે સૌથી વધુ વરસાદ અંકલેશ્વરમાં પડ્યો હોવાનું નોંધાયું હતું. 

ગરબા આયજકો ચિંતાતુર
મા આધ્યશક્તિના પર્વ નવરાત્રિ મહોત્સવ શરૂ થવાને હવે માત્ર એક દિવસ આડો છે. ત્યારે ભરૂચ અને અંકલેશ્વરનાં ગરબા આયોજકો માટે વરસાદ વિલન બની શકે છે. જિલ્લામાં દરરોજ બપોર પછી વરસાદ સતત વરસી રહ્યો છે. ગરબા ગ્રાઉન્ડ અને પાર્કિંગના સ્થળઓએ કિચડનું સામ્રાજ્ય વર્તાય રહ્યું છે. વરસાદ વચ્ચે ખેલૈયાઓ પણ કેટલી સંખ્યામાં આવશે?... ગરબાનું આયોજન ક્યાંક ફ્લોપ તો નહીં રહે ને? તેવી ચિંતા સાથે ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...