તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીચાર્જ કરી આવું કહી માતાને પુત્ર ઘરડા ઘરે છોડી ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • આણંદ કોલેજના છાત્રોનું સંશોધન: ભરૂચના 75 વૃદ્ધો પૈકીના 21 વૃદ્ધોના સંતાનો વિદેશમાં વેલ સેટ

ભરૂચ: ભરૂચના કસક સર્કલ સ્થિત ઘરડાઘરમાં 75 વૃદ્ધો નિવાસ કરે છે. દરેક વૃદ્ધની ઘરથી ઘરડાઘર સુધીની કહાણીઓ કંઇક અલગ જ અને સંવેદનશીલ છે. આણંદની કોલેજના સંશોધન કર્તાઓએ તેમના અનુભવોમાં જણાવ્યું કે, એક પુત્ર તેની માતાને મોબાઇલ રીચાર્જ કરાવી આવુ કહીને ઘરડાઘરની બહાર છોડી ગયો અને પાછો ફરીને આવ્યો જ નહી. તેણે પોતાની માતાને ઘરડાઘરની અંદર મુકી જવાની પણ તસ્દી લીધી ન હતી. ત્રણ વૃદ્ધોને તેમના સંતાનો ઘરડાઘરના ગેટ પર જ છોડી ગયા હતા. 
ગુજરાતની બિન સરકારી સંસ્થામાં પડતી મુશ્કેલીઓ પર આણંદની પીએમ પટેલ એલએલએમ કોલેજના ક્રિમિનલ વિભાગના બે વિદ્યાર્થીઓએ ભરૂચનાં ઘરડાઘર પર રીસર્ચ કર્યુ્ં હતુ. ભરૂચના ઘરડાઘરના સંચાલક જગદીશ પાટણવાડિયા સાથે વાતચીત કરી અને તેમના અનુભવો જણાવ્યા હતા. ગુજરાતના ઘરડાઘર પૈકીના ભરૂચમાં વસતા વૃદ્ધો સૌથી વધુ સંતુષ્ટ અને ખુશ છે.ગુજરાત સરકારી વૃદ્ધાશ્રમમાં 2009માં 5 હતા વધીને 2020માં 10 છે, જે 45 એનજીઓના સહયોગથી ચાલે છે. ભારતમાં સૌથી વધુ ઘરડાઘર ધરાવતું રાજ્ય કેરળ છે જ્યા 124 વૃદ્ધાશ્રમ છે. એક સંશોધક બિનલ જાનીએ જણાવ્યું હતુ કે, ભરૂચના ઘરડાઘરમાં રહેતા વૃદ્ધો સાથે વાતચીતમાં કહ્યુ કે, ખાવા-પીવાની અને દવાઓની સુવિધા મળી રહે છે. ઉપરાંત એન્જોયમેન્ટ માટે ટીવી પણ છે. પ્રાથમિક જરૂરીયાતો સંતોષાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો