ભરૂચ / ‘હું હવે પાછી નહીં આવું મારે સમાધિ લેવી છે’ કહીને રણુજા ગયેલી યુવતીનો મૃતદેહ વતન આવ્યો

young girl death body found in netrang

  • નેત્રંગના ભાંગોરી ગામની યુવતીની રાજસ્થાનના રણુજામાં જળસમાધિ

Divyabhaskar.com

Jan 16, 2020, 10:03 AM IST

ભરૂચ: ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા ભાંગોરી ગામની 22 વર્ષિય યુવતી રાજસ્થાનના રણુજા ખાતે ગામના સંઘ સાથે ગઈ હતી. પ્રતિ વર્ષ ગામમાંથી ઉપડતા સંઘ સાથે આ યુવતી પણ સામેલ થતી હોય ભક્તિમાં લીન થઈ હતી. આ વર્ષે સંઘમાં જતાં પરિવારને કહીને ગઈ હતી કે, હું હવે પાછી નહીં આવું મારે ત્યાંજ સમાધિ લેવી છે. અને સાચે જ યુવતીએ રણુજા ધાર્મિક સ્થળ ખાતે આવેલી વાવમાં જળસમાધિ લીધી હતી. તેના મૃતદેહને વતન લાવી કાકાના ખેતરમાં દફનાવીને તે સ્થળે મંદિર બનાવવાની પરિવારજનોએ કામગીરી હાથ ધરી છે.
સગુણા રમાપીરની ભક્તિમાં લીન થઈ હતી

નેત્રંગ તાલુકાના ભાંગોરી ગામે રહેતા છોટુભાઈ વસાવાના પરિવારમાં બે દીકરીઓ સગુણા અને સરલા જ્યારે દીકરો સહદેવ સાથે રહેતા હતા. આ પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ઘરના તમામ સભ્યો રણુજાના રામપીરના ભક્ત હોવાથી પ્રતિ વર્ષ રણુજા ખાતે દર્શનાર્થે જતા હતા. પરિવારની મોટી દીકરી સગુણાએ ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યા બાદ ઘરકામ કરી પરિવારને મદદરૂપ થતી હતી. સગુણા રમાપીરની ભક્તિમાં લીન થઈ હતી. થોડા દિવસો પહેલાં જ ભાંગોરી-નેત્રંગ ગામના 22 થી વધુ ભક્તો રાજસ્થાનના રણુજા ખાસે સંઘ લઈને રામાપીરના દર્શનાર્થે ગયા હતા. સગુણા પણ હોંશેહોંશે સામેલ થઇ હતી. જ્યાં ભક્તિમાં લીન થઈને રામાપીરના પરચા વાવડીમાં સવારના સમયે એકાએક જળસમાધી લઈ લેતાં સાથે ગયેલા અન્ય દર્શનાર્થીઓ દોડી ગયા હતા.
ઢોલ-નગારા, વાજીંત્રો અને અબીલ-ગુલાલ સાથે ગામમાં અંતિમયાત્રા નીકળી હતી

બાદમાં સ્થાનિક પોલીસનો સંપર્ક કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરીને યુવતીના મૃતદેહને નેત્રંગના ભાંગોરી ગામે લાવવામાં આવ્યો હતો. ઢોલ-નગારા, વાજીંત્રો અને અબીલ-ગુલાલ સાથે ગામમાં અંતિમયાત્રા નીકળી હતી. ગામના સરપંચ અને તેમના કાકા નવજીભાઇ વસાવાના ખેતરમાં યુવતીની દફન વિધી કરવામાં આવી હતી. આ સ્થળે મંદિરના નિર્માણ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું કુટુંબીજનોએ જણાવ્યું હતું. મૃતક સગુણાના પરિવારના સભ્ય પ્રતાપભાઈ વસાવાએ ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે, સગુણાબેને ભગવાન રામાપીરની ભક્તિમાં લીન હતા. અહીંથી જ્યારે સંઘ રવાના થયો ત્યારે હું હવે પાછી નહીં આવું મારે ત્યાંજ સમાધિ લેવી છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તે ભગવાનના દ્વારે ગઇ છે. જેની યાદમાં આવનાર સમયમાં ભજન-કિતૅન અને ધામિૅક કાયૅક્રમો કરવામાં આવશે.

X
young girl death body found in netrang
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી