તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

39 ડિગ્રી તાપમાન બે ડિગ્રી વધવાની શક્યતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઠંડી બાદ બુધવારે ગરમીથી લોકોને હાશકારો

ભરૂચ: ભરૂચ જિલ્લામાં આવનારા દિવસોમાં 2 ડીગ્રી સુધી સેલ્સીયસ સુધી તાપમાન વધવાની શક્યતા છે.  બુધવારે ગરમીએ જોર પકડ્યુ હતુ અને ગરમીનો પારો 39 ડીગ્રી સેલ્શિયસ પહોચ્યો હતો.માર્ચ મહીનના વિત્યા પંદર દિવસો દરમ્યાન ઠંડીનો ચમકારો  લોકોએ અનુભવ્યો હતો. પરંતુ બુઘવારે ગરમી વધતા લોકો ને હાશકારો મળ્યો હતો.
દીવસ દરમ્યાન 22 કીલોમિટરની ઝડપે પવન ફુંકાયો હતો. કોરોના વાઈરસના પગલે ગરમીનું પ્રમાણ વધે તેવું લોકો ઈચ્છે છે. ગરમી વધતા કોરોના વાઈરસથી સંંક્રમિત થવાનો ભય ઓછો થવાનું મનાઈ રહ્યુ છે.બદલાતા વાતાવરણથી લોકોમાં માંદગીનું પ્રમાણ  વધે છે. શરદી અને ખાંસી જેવા સામાન્ય રોગોનો ભય હાલ લોકોમાં દેખાઈ રહ્યો છે. કોરોના વાઈરસને લઇ લોકો ચિંતિત છે ત્યારે તાપમાના વધતા લોકો રાહત અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...