ભરૂચ / ખાડાથી અકસ્માત થતાં બચ્યો, માતા-પુત્રે ખાડો પૂર્યો

Survived by accident in the pit, mother and son filled the pit

  • જીવની કિંમત જનેતા જ જાણે: પુત્ર સાથે મોપેડ લઈને જતી મહિલાએ સંતુલન ગુમાવ્યું

Divyabhaskar.com

Sep 15, 2019, 08:15 AM IST

ભરૂચ: ભરૂચ શહેર જિલ્લામાં ભારે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર રોડ, રસ્તાઓ બિસ્માર બન્યા છે.જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે તકલીફો વેઠવી પડે છે. જિલ્લા કલેકટર દ્વારા પાલિકા અને અન્ય વિભાગોને 10 દિવસમાં રોડ રસ્તાનું સમારકામ કરવાની સૂચનાઓ આપી હોવા છતાં પણ હજુ શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય યથાવત છે.જેના કારણે ઝાડેશ્વર રોડ પર ખાડામાં અકસ્માતનો ભોગ બનતા બચેલી મહિલા અને તેના નાના પુત્રે અન્ય કોઈ તેમાં નહિ પડે તે માટે બાજુમાં પડેલા મોટા પથ્થરો નાખીને ખાડો પુરવાનો પ્રયાસ કર્યો હતો.જે સમગ્ર ઘટના કોઈ વ્યક્તિ દ્વારા મોબાઈલ ફોનના કંડારી લીધી હતી.

જિલ્લામાં વરસાદમાં રોડ પર ઠેર-ઠેર ગાબડાઓ અને રસ્તાઓ પર તૂટી જતા પથ્થરો અને સળીયાઓ દેખાઇ રહ્યા છે. શહેર જિલ્લામાંથી પસાર થતા વાહન ચાલકોને રોડ પર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ખાડાઓના કારણે વાહન ચાલકોને વાહનમાં થતી નુકશાની પણ વેઠવાનો વારો આવ્યો છે. ખાડાઓના કારણે જિલ્લામાં અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાઇ છે. શહેરમાં પાલિકા દ્વારા પણ અવાર નવાર રોડ,રસ્તા પર પડેલા ખાડાઓ પૂરવામાં આવે છે પરંતુ વરસાદી માહોલમાં પરિસ્થિત જેવી હોય તેવી થઈ જાય છે. જોકે હમણાંજ નવનિયુક્ત થયેલા જિલ્લા કલેકટર દ્વારા તાકીદે અધિકારીઓની બેઠક બોલાવીને જિલ્લામાં પડેલા ખાડાઓનું સર્વે કરીને 10 દિવસમાં ખાડા પુરવા સૂચનાઓ આપી હતી. પરંતુ અમુક વિભાગો દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા જનતાને પીસાવું પડી રહ્યું છે.

શનિવારે સાંજના ઝાડેશ્વર રોડ પરથી પસાર પોતાની મોપેડ લઈને એક મહિલા તેના પુત્ર સાથે પસાર થઈ રહી હતી. તે દરમિયાન અયોધ્યાનગરી પાસે આવતા ત્યાં પડેલા ખાડામાં તે પડતા સદનસીબે તેનો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. જોકે સમજદાર અને જાગૃત મહિલા અને તેના પુત્રએ આ ખાડામાં અન્ય કોઈ વ્યક્તિ પડે નહિ તે માટે પોતાની મોપેડને સાઈડ પર ઉભી રાખીને ચાલુ ટ્રાફિકમાં તેણે અને તેના પુત્રએ રોડની સાઈડમાં પડેલા પથ્થરો વડે ખાડો પૂરવાનો સરાહનીય કાર્ય કર્યું હતું. મહિલા અને તેના પુત્રએ કરેલી સમગ્ર કામગીરી તેમની સામેની સાઈડ પર સામે ઉભેલા વ્યક્તિએ તેના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી.

X
Survived by accident in the pit, mother and son filled the pit

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી