સાબરકાંઠાના પંથાલ ગામના યુવાનનો આપઘાત, 5 દિવસ પૂર્વે નોકરી લાગ્યો હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર: અંકલેશ્વરમાં સાબરકાંઠાના યુવાનને અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસ મથકે જાણ તથા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં 5 દિવસ પૂર્વે નોકરી લાગ્યો હતો. અંકલેશ્વરમાં રોજી રોટી મેળવા આવી વસવાટ કર્યો હતો.

જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સાબરકાંઠાના પંથાલ ગામના અજીત નાનાભાઈ ખાટ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે હરીકૃપા સોસાયટી ખાતે રહે છે, તેઓ છેલ્લા 5 દિવસથી શ્રીનાથજી હોટલમાં કામ કરી રહ્યા હતા. શનિવારે પોતાના ધરે અગમ્ય કારણસર પંખાના હુકમાં દોરી વડે ફંડો બનાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહને ઉતારીને પી.એમ. અર્થે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવાન આપઘાત પાછળ કયું કારણ જવાબદાર છે તે અંગે પોલીસે તેના પરિવારજનો સંપર્ક કરી જાણવાની કોશિષ કરી હતી.