ભરૂચ / રેલવેનાં વિકલાંગ, વૃદ્ધ મુસાફરો માટે સ્ટ્રેચર અને વ્હીલચેરની સુવિધા

stretcher and wheelchair facilities for elderly passengers in bharuch Railway

  • દહેજની કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી રેલવે વિભાગને સાધનો અનુદાન કરાયાં

Divyabhaskar.com

Jan 22, 2020, 08:22 AM IST

ભરૂચ: વાગરા તાલુકાના વિલાયત ગામમાં છેલ્લાં 6 વર્ષથી સામાજિક ઉત્થાન કાર્યક્રમ ( સીએસઆર ) હેઠળ ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લી યુનિટ દ્વારા તેની આસપાસના વિસ્તારોના ગામોમાં વિવિધ વિકાસના કામોની કામગીરી કરાઈ રહી છે.જેમાં શાળામાં ડીજીટલ સ્માર્ટ બોર્ડ, મોબાઈલ હેલ્થવાન -ફરતું દવાખાનું દ્વારા પ્રાથમિક આરોગ્ય સેવાઓ, બહેનોને કૌશલ્ય વર્ધન તાલીમો આપીને ઘર બેઠાં નાના વ્યવસાય અને કિટ્સ સાધનસામગ્રી આપવી, ખેડૂતો અને પશુપાલકોને ખેતી વિષયક વૈજ્ઞાનિક માર્ગદર્શન પશુપાલનનો વિકાસના કામોમાં અંદાજીત 25 થી 30 હજાર લોકોને લાભ લીધો છે.

ગામમાં પીવાના પાણી માટે આર.ઓ.પ્લાન્ટ, મહિલાઓ માટે કપડાં ધોવાનો ઘાટ-ઓવારો,શાળા -આંગણવાડી મકાનનું સમારકામ,વૃક્ષા રોપણ કાર્યક્રમમાં કરાયો છે. ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ઘણી વખતે આકસ્મિક ઘટના કે સીનીયર લોકો માટે પ્લેટફોર્મ પર જવા-આવવા માટે અને વિકલાંગ,સિનિયર સીટીઝનો અને દિવ્યાંગ માટે સાધનોની જરૂરિયાત હોય છે. ત્યારે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના સીએસઆર ફંડમાંથી સ્ટ્રેચર-2 અને વ્હીલચેર-3 અર્પણ કરાઈ હતી. અર્પણવિધિમાં ગ્રાસીમના વાઈસ પ્રેસીડેન્ટ સુબોધ ગૌતમ અને સીએસઆર વિભાગના દિલીપ કોરડીયા, સ્ટેશન સુપ્રિડેંન્ડેન્ટ ડી.કે.રાજુલ સહિત રેલ કર્મીઓ હાજર રહ્યાં હતાં.

X
stretcher and wheelchair facilities for elderly passengers in bharuch Railway
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી