અલર્ટ / ભરૂચ-નર્મદા જિલ્લાના કાંઠાના 144 ગામ પર સંકટ, 3814નું સ્થળાંતર

Shifting of crisis, 3814 on 144 villages along the banks of Bharuch-Narmada district.

  • રોદ્ર નર્મદા, અને પુનમની ભરતી ભરૂચમાં આફત ઉભી કરશે!

Divyabhaskar.com

Sep 12, 2019, 07:31 AM IST

ભરૂચ: સરદાર સરોવરમાંથી છોડાયેલાં પાણીના કારણે નર્મદા નદી તેની ભયજનક સપાટીથી 8 ફૂટ ઉપરથી એટલે કે 32 ફૂટે વહી રહી હોઇ નદીના પ્રવાહે હવે તારજી સર્જવાનું શરૂ કરી દીધું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા, અંક્લેશ્વર તેમજ ભરૂચ તાલુકાના નર્મદા કાંઠાના ગામો તેમજ ભરૂચ શહેરના નિચાણવાળા વિસ્તારો પુરથી પ્રભાવિત થતાં બે દિવસમાં 3800થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

નિચાણવાળા વિસ્તારોમાં બે દિવસથી પાણી પ્રવેશ્યાં
નર્મદા નદીના કિનારે વસેલાં ભરૂચ જિલ્લામાં વર્ષ 2013 બાદ 6 વર્ષે પુન: પુરની સ્થિતી સર્જાઇ છે. ડેમમાંથી છોડાયેલાં 8 લાખ ક્યૂસેક પાણીને પગલે નર્મદા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટીથી 8 ફૂટ ઉપર એટલે કે 32 ફૂટેથી વહી રહી છે. જેના પગલે ભરૂચ શહેરના ધોળીકુઇ બજાર, દાંડીયાબજાર, ફૂરજા, પીરકાંઠી સહિ‌તના નિચાણવાળા વિસ્તારોમાં બે દિવસથી પાણી પ્રવેશ્યાં છે.

અંક્લેશ્વરમાંથી કુલ 791 લોકોને સલામત સ્થળે ખસેડાયાં
ઝઘડિયા તાલુકામાં પોરા, જૂની તરસાલી, જૂના ટોઠિદરા, ઓરપટાર, જરસાદ સહિતના ગામોમાંથી કુલ 2209 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે અંક્લેશ્વર તાલુકાના સરફૂદ્દીન, ખાલપીયા, જૂના છાપરા, બોરભાઠા ગામમાંથી કુલ 791 લોકોને સલામત સ્થળે ખસેડાયાં છે. જ્યારે ભરૂચ તાલુકામાં દશાન બેટ, નિકોરા, જૂના તવરા, નવા તવરા, મંગલેશ્વર, શુક્લતીર્થ, કડોદ સહિતના ગામો તેમજ શહેરની ગોલ્ડનબ્રીજ ઝૂપડપટ્ટી, બહુચરાજી ઓવારો, દાંડીયાબજાર ભૃગુઋષિ મંદિર તેમજ ફૂરજા વિસ્તારમાંથી કુલ 817 લોકોને સલામત સ્થળે ખસેવામાં આવ્યાં છે.

ભરૂચ - શુક્લતીર્થ રોડ પર પાણી ભરાયાં
ભરૂચના શુક્લતીર્થ રોડ પર નર્મદા નદીના પુરના પાણી આવી પહોંચ્યાં હતાં. વર્ષ 2013 બાદ પ્રથમવાર ભરૂચ-શુક્લતીર્થ રોડ ડુબાણમાં ગયો હતો. જોકે પુરના પાણીએ આસપાસના વિસ્તારોમાં તેમજ ખેતરોમાં પ્રસરી જતાં ભારે તારાજી સર્જાઇ હતી. નર્મદા ના પાણી ગામડાઓના રોડ પર ફરી વળતાં લોકોને અવરજવર કરવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ભરૂચ શહેરમાં બીજા દિવસે પણ હોળી ફરી
ઉપરવાસના પાણીની આવકના પગલે વર્તમાન વર્ષમાં નર્મદા ડેમમાંથી સતત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. નદીમાં હાલમાં પાણીની આવકના કારણે છેલ્લા એક મહિનાથી નર્મદા નદી છ વર્ષ બાદ બે કાંઠે આવી હતી. ગોલ્ડનબ્રિજ પર નર્મદા ભયજનક વટાવતાં ભરૂચમાં પાણી ભરાયા હતાં. બીજા દિવસે પણ ભરૂચમાં હોળીઓ ફરતી રહી હતી.

X
Shifting of crisis, 3814 on 144 villages along the banks of Bharuch-Narmada district.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી