તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ: કોરોનાથી સાવચેતી માટેના પુરોગામી તમામ પગલાં ભરવામાં આરોગ્ય વિભાગે કમર કસી છે. ભરૂચ જિલ્લાના અને વિદેશ ફરવા ગયેલાં 80 લોકોને કોરોન્ટાઇન હોમ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં હતાં. જે પૈકી 40 લોકોનો 14 દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પુરો થઇ ગયો છે જ્યારે 40 લોકો હજુ પણ ઓબ્ઝર્વેશનમાં છે.બીજી તરફ શહેરના મોલ-મલ્ટીપ્લેક્ષ સહિતના ભીડવાળી જગ્યાએ સંચાલકો દ્વારા પણ તકેદારીના પગલાં ભરાઈ રહ્યા છે. ભરૂચના આઇનોક્ષ થિયેટરમાં કોરોના વાયરસની ચકાસણી માટે ઇન્ફ્રારેડ થર્મોમિટરથી ચકાસણી કરાઇ રહી છે જ્યારે મોલમાં કામ કરતાં કર્મચારીઓ તેમજ નાગરિકો માસ્ક પહેરીને ફરતાં નજરે પડ્યાં હતાં.
કોરોનાથી બચવા માટે લોકોમાં પણ જાગૃતતા આવી રહી છે. કચેરી - સંસ્થાઓ દ્વારા યોજાતા વર્કશોપ, જાહેર કાર્યક્રમો પણ રદ કરવામાં આવી રહ્યા છે. સાથેસાથે લોકોને પેનિક ઉભુ ન થાય તેવો પણ અનુરોધ તંત્ર દ્વારા કરાઇ રહ્યો છે. ભરૂચમાં સ્ટેશન રોડ ખાતે આવેલા આઇનોક્ષ મલ્ટિપ્લેક્ષમાં ઇન્ફ્રારેડ થર્મોમિટર ડીવાઈસનો ઉપયોગ કરાઇ રહ્યો છે. લોકો માટે વોશરૂમ, કેફેટેરીયા અને રિસેપ્શન પર ફ્રીમાં સેનેટાઈઝરની સુવિધા આપવામાં આવી રહી છે. ભરૂચ સિવિલ સર્જન ડો. જેડી પરમારે જણાવ્યું હતું કે કોરોના વાઈરસનો ભય હાલ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના સંક્રમિક વ્યકિતને મળવા પાત્ર દરેક સુવિધા ઉપલબ્ધ છે. સિવિલમાં 8 થી 20 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર રાખ્યો છે. સિવિલનું તંત્ર સજ્જ છે.
તાવ આવતો હોય તો થિયેટરમાં પ્રવેશ નહીં
કોરોનાની અસર જાણવા સંક્રમિત વ્યકિતને 14 દિવસ કોરોન્ટાઇન ઓબ્ઝર્વેશનમાં રખાય છે. શરદી ખાંસી, બદલાતા વાતાવરણના લીધે ફિવરની શક્યતાઓ વધી જાય છે. જેને લઈ આઇનોક્ષમાં એન્ટ્રી લેનારનું ઇન્ફ્રારેડ થર્મોમિટરથી સ્કેનિંગ કરાઇ રહ્યું છે. જો કોઈનું 90 ડીગ્રીથી વધુ શરીરનું તાપમાન જણાય તો તેને પ્રવેશ અપાતો નથી.
ભરૂચમાં નોનવેજના ભાવ ઘટ્યા, અંકલેશ્વરમાં મરઘી માટે પડાપડી
ભરૂચમાં કોરોનાની ઈફેક્ટ દેખાઈ રહી છે. છેલ્લાં પંદર દિવસમાં ચિકનના ભાવમાં કિલો દીઠ 40 થી 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ભરૂચના લોકો કોરોના ઈફેક્ટને કારણે નોનવેજ ખાવાનું ત્યજી રહ્યાં છે. બીજી તરફ અંકલેશ્વરમાં ઓછાભાવમાં મળતી મરઘી લેવાં લોકો પડાપડી કરી રહ્યા છે.
SOU ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને માસ્ક-ગ્લોવ્સ અપાયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના હજારો લોકોનું, સામાનનું, ટિકિટ ચેકીંગ કરતા પોલીસ અને GRD કર્મીઓને કોરોના વાઈરસથી બચાવવા માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ આપી સુરક્ષિત કરાયા છે. જેથી સુરક્ષા કર્મીઓને પણ રાહત સાંપડી હતી. નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી સાવચેતીના ભાગ રૂપે પોલીસ કર્મીઓ માસ્ક પહેરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ રોજના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા હોય છે માટે સ્ટેચ્યુ પ્રશાસન દ્વારા દરેક પ્રવાસીઓનું થર્મલ ચેકીંગ ચાલુ કરાયું છે ત્યારે પ્રવાસીઓનું પ્રાથમિક ચેકીંગ કરતા પોલીસ કર્મચારીઓએ પણ પોતાની સુરક્ષાના ભાગ રૂપે પોતાના ચહેરા પર માસ્ક પહેરી પ્રવાસીઓનું ચેકીંગ કરી રહ્યા છે.
શાળા-કોલેજ બંધના ફેક ન્યૂઝ : શાસનાધિકારીએ કહ્યું શાળાઓ ચાલુ જ છે
દિલ્હીમાં કોરોના લઇને શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. જેને કારણે કેટલાક તત્વોએ ગુજરાતમાં પણ 14થી 21 માર્ચ સુધી શાળા કોલેજ બંધ રહેશે તેવા ફેક ન્યૂઝ ફેલાવતા વિદ્યાર્થીઓ મુઝવાયા હતા. ભરૂચની એમકે કોમર્સ કોલેજના આચાર્ય વી.એ. જોશીએ જણાવ્યું હતુ કે, કોલેજો ચાલુ જ રહેશે. વોટ્સએપના ફેક ન્યૂઝ વિશે શનિવારે જ ગાંધીનગરથી સત્તાવાર ખુલાસો કરાયો હતો. વધુ સંંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા ન થાય તેથી ફંકસનો મોકૂફ રાખવાની સૂચના આપી છે. ભરૂચ જિલ્લા શાસનાધિકારી નિશાંત દવેએ જણાવ્યું કે, શાળાઓમાં રજા રાખવાની કોઇ સૂચના મળી નથી. શાળાઓ સમયાનુસાર ચાલુ જ રહેશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.