ધાડ પાડી તરખાટ મચાવનાર ધાડપાડુ ગેંગના 6ને પોલીસે 6.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઇ ઘટનાને અંજામ આપતા હતા - Divya Bhaskar
ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઇ ઘટનાને અંજામ આપતા હતા
  • ત્રણ ધાડ, એક લૂંટ અને બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે
  • એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ધાડને અંજામ આપતા હતા

વડોદરાઃ ભરૂચ જિલ્લામાં ધાડ પાડી તરખાટ મચાવનાર ધાડપાડુ ગેંગના 6ને પોલીસે 6.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા આવ્યા છે. ગત 5મીના રોજ મોદલીયા ગામની સીમમાં  IOCL કંપનીમાં અમુક ધાડપાડુ ઇસમો આઠથી નવ જેટલા સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવી એક આઇસર ટેમ્પામાં મુદ્દામાલ ભરી લઇ ફરાર થઈ ગયા હતા. દરમિયાન સપ્ટેમ્બરમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ધાડ પાડવામાં આવી હતી. જેથી પોલીસ તપાસ હાથ ધરી ગેંગના 6ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ-સુરતના ગુનાઓની કબૂલાત કરી
ભરૂચ જિલ્લામાં ધાડની ઘટનાઓને લઈને પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ધાડપાડુ ટોળકીને ઝડપી પાડવા વ્યુહ રચના બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે માહીતી એકત્રિત કરી ધાડ પાડુ ગેંગના 6 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલ આરોપીઓની સધન પુછપરછ કરતા નેત્રંગના ધાડના ગુના ઉપરાંત નબીપુર, નર્મદા જિલ્લાના રાજપીપળા, દહેજમાં કરેલ લૂંટ, દહેજમાં ચોરી અને સુરત શહેરના અમરોલીમાં કરેલા ભંગાર ચોરીના ગુનાઓની કબુલાત આપી હતી.

રેકી કરી ધાડને અંજામ આપતા હતા
આ ગેંગનો મુખ્ય સુત્રધાર રાજુ માલાભાઇ બામ્ભા (ભરવાડ) જે જગ્યાએ ઘટનાને અંજામ આપવાનો હોય તે જગ્યાની અગાઉથી રેકી કરતો હતો. જ્ગ્યાની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઇ અન્ય આરોપીઓ સાથે આઇસર ટેમ્પામાં રાત્રીના સમયે પહોંચી જતા હતા. ત્યારબાદ હાજર માણસોને ડરાવી ધમકાવી બંધક બનાવી તમામના મોબાઇલ ફોનના સીમકાર્ડ તોડી નાંખતા હતા. ધાડ કરી મુદ્દામાલ આઇસર ટેમ્પામાં ભરી નંબર પ્લેટ ઉપર કાદવ કીચડ લગાડી મુદ્દામાલ લઇ નાસી જતા હતા. 

પકડાયેલ આરોપીઓ

  • રાજુભાઇ માલાભાઇ બામ્બા (ભરવાડ) રહે. હાલ ધામરોડગામ મોરાટેકરા કૈલાસ હોટલની પાછળ તા.માંગરોલ જી સુરત મુળ રહે ગઠડીયાગામ તા.જી-બોટાદ
  • ગોકુળ ઉર્ફે ગોપાલભાઇ સાજનભાઇ ભરવાડ રહે. હાલ ધર નં ૩ બીલ્ડીંગ એ એસ.એમ.સી કવાટર્સ ગજેરા હાઇસ્કુલની પાછળ કતારગામ જી.સુરત મુળ રહે કારીયાણીગામ તા જી બોટાદ
  • સુરેશભાઇ ઉદયભાઇ મીઠાપરા રહે. હાલ ધામરોડગામ મોરાટેકરા કૈલાસ હોટલની પાછળ તા.માંગરોલ જી.સુરત મુળ રહે,હેબતપુર તા.ધોલેરા જી.અમદાવાદ
  • પરેશભાઇ હીરાભાઇ પરમાર રહે. હાલ ધામરોડગામ મોરાટેકરા કૈલાસ હોટલની પાછળ તા.માંગરોલ જી.સુરત મુળ રહે,હેબતપુર તા.ધોલેરા જી.અમદાવાદ
  • હીરાભાઇ સવજીભાઇ પરમાર રહે. હાલ ધામરોડગામ મોરાટેકરા કૈલાસ હોટલની પાછળ તા.માંગરોલ જી સુરત મુળ રહે,હેબતપુર તા.ધોલેરા જી.અમદાવાદ
  • નરેશભાઇ ઉદયભાઇ મીઠાપરા રહે. હાલ ધામરોડગામ મોરાટેકરા કૈલાસ હોટલની પાછળ તા.માંગરોલ જી.સુરત મુળ રહે,હેબતપુર તા.ધોલેરા જી.અમદાવાદ