તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેલમાં કેદીઓને હવે પોલીસ અઠવાડિયામાં 3 વખત પરિવાર સાથે પાંચ મિનિટ વાત કરાવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જેલમાં મોબાઇલ પકડાવાના કિસ્સા વધતા તંત્રે ભરૂચ સબજેલમાં ટેલિફોન બૂથ શરૂ કર્યુ

ભરૂચઃ એક તરફ જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ પકડાઇ રહ્યા છે ત્યારે ભરૂચની સબજેલમાં કેદીઓ માટે ટેલિફોન બૂથ ઉભુ કરાયું છે. શનિવારે ભરૂચ સબજેલમાં જેલ અધિક્ષક અને જેલરે ટેલિફોન બુથને ખુલ્લું મુકાયું હતું. આ ટેલિફોન થકી  કેદીઓ અઠવાડિયામાં 3 દિવસ પોતાના પરિવાર સાથે 5 મિનિટ સુધી વાતચીત કરી શકશે. 

કેદીઓ અઠવડીયામાં ત્રણ વખત અને 5 મિનિટ સુધી  વાત કરી શકશે
શનિવારે જેલ અધિક્ષક આઈ.વી.ચૌધરી અને જેલર બી.એસ.માછીએ કેદીઓ માટે ટેલીફોન બુથનો પ્રારંભ કરાયો છે. જેના થકી જેલમાં સજા કાપી રહેલા કેદીઓ અઠવડીયામાં ત્રણ વખત પોતાના પરિવારજનો, માતા-પિતા, પત્ની, ભાઈ-બહેન, પુત્ર- પુત્રી સાથે 5 મિનિટ વાત કરીને ખબર અંતર પૂછી શકશે. આ ટેલીફોન બુથ સાથે રેકોડીંગ ડિવાઈસ સિસ્ટમ સાથે જોઈન્ટ હોવાથી તેમની તમામ વાતો પણ રેકોર્ડ કરાશે. ટેલીફોન બુથ પર વાત કરવાના 5 મિનિટના પાંચ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જેમાંથી થતી આવક કેદી વેલ્ફેર ફંડમાં વાપરવામાં આવશે. કેદીઓ પાસેથી પરિવારના મોબાઈલ અને ફોન નંબર મેળવી તેની ખરાઈ કરીને વાત ચીત કરવામાં આવશે.

કેદીઓ હવે જેલમાંથી ફોન પર વાત કરી શકશે
જેલમાં મોબાઇલ  અને સિમકાર્ડ પકડાવાના કિસ્સા વધતાં જેલતંત્રે કેદીઓને ટેલિફોન સુવિધા આપવા નક્કી કર્યું છે.ભરૂચ સબજેલમાં પ્રથમવાર નવતર પ્રયોગ રૂપે ટેલિફોન બૂથ ચાલુ કર્યું છે. - આઈ.વી.ચૌધરી, જેલ અધિક્ષક, ભરૂચ
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો