પૂરનું સંકટ / નર્મદા નદીમાં ઘોડાપૂરને પગલે ભરૂચમાં NDRFની ટીમોએ સર્વે કર્યો, 137.64 મીટરની ઐતિહાસિક સપાટી નોંધાઈ

નર્મદા કાંઠાના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ
ગોલ્ડન બ્રિજ પર નર્મદાનો નજારો
ગોલ્ડન બ્રિજ પર નર્મદાનો નજારો
નર્મદાનો નદી ડ્રોનનો નજારો
નર્મદાનો નદી ડ્રોનનો નજારો
એનડીઆરએફની ટીમોએ નર્મદા નદી કાંઠાનો સર્વે કર્યો
એનડીઆરએફની ટીમોએ નર્મદા નદી કાંઠાનો સર્વે કર્યો

  • નર્મદા ડેમમાંથી 7 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
  • નર્મદા ડેમની સપાટી 137.64 મીટર ઉપર પહોંચી

Divyabhaskar.com

Sep 13, 2019, 07:10 PM IST

કેવડિયાઃ ભરૂચઃ નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા આવી રહેલા 8 લાખ ક્યૂસેક પાણીને પગલે ભરૂચ શહેર અને જિલ્લાના ગામો પર છેલ્લા 4 દિવસથી પૂરનું સંકટ સર્જાયું છે. જેને પગલે આજે આજે એનડીઆરએફની ટીમોએ આજે ભરૂચ અને આસપાસના વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 31.25 ફૂટ ઉપર પહોંચી છે.

નર્મદા ડેમની સપાટી 137.64 મીટરે પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી હાલ 7 લાખ ક્યૂસેક છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને હાલ 8 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને નર્મદા ડેમની સપાટી 137.64 મીટરે પહોંચી છે. જેથી નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અને વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 144 ગામો પર સંકટ સર્જાયું છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી હોવાથી ગોરા બ્રિજ હજુ પણ ગરકાવ જ છે. અને 1200 મેગાવોટના તમામ ટર્બાઇન સતત ચાલુ જ છે.

ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ
ભરૂચ પાસેનો ગોલ્ડન બ્રિજનો કાંઠા વિસ્તાર, ફૂરજા બંદર, દાંડિયા બજાર, બહુચરાજી ઓવારા સહિત ઝઘડિયાના ગામો હજુ પણ પાણીમાં ગરકાવ જ છે. જેને કારણે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી.

X
ગોલ્ડન બ્રિજ પર નર્મદાનો નજારોગોલ્ડન બ્રિજ પર નર્મદાનો નજારો
નર્મદાનો નદી ડ્રોનનો નજારોનર્મદાનો નદી ડ્રોનનો નજારો
એનડીઆરએફની ટીમોએ નર્મદા નદી કાંઠાનો સર્વે કર્યોએનડીઆરએફની ટીમોએ નર્મદા નદી કાંઠાનો સર્વે કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી