ભરૂચ / પૂરનાં પાણીથી ત્રીજા દિવસે પણ 5 હજારથી વધુ લોકો મકાનોમાં કેદ, રોજિંદી ચીજવસ્તુઓ માટે રહીશોને હાલાકી

ભરૂચના ફુરજા વિસ્તારમાં પૂરના પાણી ભરાતાં નાવડીઓ ફરતી થઇ હતી
ભરૂચના ફુરજા વિસ્તારમાં પૂરના પાણી ભરાતાં નાવડીઓ ફરતી થઇ હતી

  • દાંડિયાબજાર, ફૂરજા, ગાંધીબજાર સહિતના વિસ્તારો જળબંબાકાર

Divyabhaskar.com

Sep 13, 2019, 11:42 AM IST

ભરૂચઃ ભરૂચ શહેરના વેપાર-ધંધાથી ધમધમતાં ચાર રસ્તા, ફૂરજા, ગાંધીબજાર, દાંડિયાબજાર સહિતના વિસ્તારોમાં પુરના પાણી ભરાતાં હાલમાં કુદરતી કરફ્યૂનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદા નદીએ 32 ફૂટને આંબી ગયાં બાદ હાલમાં તેમાં સામાન્ય ઘટાડા સાથે 31.25 ફૂટે પહોંચી છે. ત્યારે નર્મદા ડેમમાંથી હજી પણ પાણી છોડાઇ રહ્યું હોવા સાથે પુનમની ભરતીને લઇને સ્થિતી વધુ વિકટ બને તેવા એંધાણ સર્જાયાં છે. હાલમાં શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ભરાતાં 5 હજારથી વધુ લોકો પોતાના જ ઘરોમાં કેદ થયાં છે.

નિચાણવાળા વિસ્તારોમાંથી પૂરના પાણી હજી પુરેપુરા ઓસર્યાં નથી
નર્મદા ડેમમાંના 23 દરવાજા ખોલીને 7 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં હજી પણ ઠલવાઇ રહ્યું છે. બીજી તરફ પૂનમની ભરતીની અસર વચ્ચે ભરૂચ શહેરના નિચાણવાળા વિસ્તારોમાંથી પૂરના પાણી હજી પુરેપુરા ઓસર્યાં નથી. છેલ્લાં ત્રણ દિવસથી નર્મદા નદી 31 ફૂટથી ઉપર એટલે કે તેની 24 ફૂટની ભયજનક સપાટી 7 ફૂટ ઉપરથી વહી રહી છે. શહેરના દાંડિયાબજાર, ફૂરજા, ચાર રસ્તા, ગાંધીબજાર, દાણાગલી સહિતના વિસ્તારોમાં ત્રણ દિવસથી પુરના પાણી પ્રવેશ્યાં હોઇ લોકોને ઘરમાંથી નિકળી શકતાં નથી. લોકોને દૈનિક જરૂરીયાતની સામગ્રીઓ માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

ઘરમાં સંગ્રહ ખાદ્ય સામગ્રી પર નિર્ભર
પૂરના પાણી ભરાવાના કારણે શહેરના દાંડિયાબજાર, ફૂરજા, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રહેતાં 5 હજારથી વધુ લોકો રોજિંદી જરૂરીયાતની સાધન સામગ્રી ખરીદવા માટે બહાર નિકળી નહીં શકતાં તેઓ હાલમાં ઘરમાં સંગ્રહ કરેલી ખાદ્ય ચીજવસ્તુઓ પર દિવસ ગુજારી રહ્યાં છે.

નાવડીઓ ફરતી હોઇ થોડી રાહત
નર્મદા નદીના પુરના પાણી નિચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ગયાં હોઇ લોકો બહાર નિકળી શકતાં નથી. તેમાં કેટલાંક લોકો દ્વારા ફૂરજા-ચાર રસ્તા વિસ્તારમાં નાવડીઓ ફેરવવામાં આવતાં તેમજ દાંડિયાબજાર વિસ્તારમાં તરોપા ફેરવવામાં આવતાં તેના સહારે લોકો તેમની જીવનજરૂરીયાતની સામગ્રી મંગાવી રહ્યાં છે.

X
ભરૂચના ફુરજા વિસ્તારમાં પૂરના પાણી ભરાતાં નાવડીઓ ફરતી થઇ હતીભરૂચના ફુરજા વિસ્તારમાં પૂરના પાણી ભરાતાં નાવડીઓ ફરતી થઇ હતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી