દહેજથી વિદેશ મોકલાયેલાં પ્લાસ્ટિકના દાણામાંથી રૂા.18.30 લાખનો માલ ગુમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • બન્ને ટ્રકો દહેજની ઓપેલ કંપનીથી હજીરા પોર્ટ જવા માટે નીકળી હતી
  • દહેજ મરીન પોલીસે ગુમ થયેલા કન્ટેઇનરના ડ્રાઇવરને શોધવાની કવાયત કરી

ભરૂચ: દહેજમાં આવેલી ઓપેલ કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરીને હજીરા પોર્ટ ટર્મિનલ અદાણી જવા માટે એક જ ડ્રાઇરવ બે વાર કઇન્ટેઇર લઇને રવાના થયો હતો. જેમાં કુલ 52.260 મેટ્રીક ટન પ્લાસ્ટિકના દાણા મોકલાયાં હતાં. દાણા વિદેશમાં જેતે કંપનીએ પહોંતાં ત્યાં તેમાંથી કુલ 18.30 લાખની મત્તાનો 30.300 મેટ્રીક ટનનો જથ્થો ઓછો હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૂરતના હજીરા ખાતેના એમઇટી લોસ્ટીકના મેનેજર રોનક વૈજનાથ તિવારીએ ફરિયાદ નોંધાવી હતી કે, દહેજની ઓપેલ કંપનીમાંથી બોક્સો વર્લ્ડ લોજીસ્ટીક ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા બાંગ્લાદેશના ઢાંકા તેમજ કન્વેશિંયા દેરો સાઉથ કોરીયા ખાતે પ્લાસ્ટીકના દાંણા મોકલાયાં હતાં. જેમાં બે કન્ટેઇનરમાં કુલ 52.260 મેટ્રીક ટન પ્લાસ્ટીકના દાણા ભરીને કસ્ટમ લાઇન સીલ તેમજ કસ્ટમ સીલ કરી કન્ટેઇનરો વિદેશ મોકલાયાં હતાં. જ્યાંથી બન્ને કન્ટેઇનરોમાં માલ ઓછો પહોંચ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
જેમાં ડ્રાઇવર રાજેશકુમાર કૃષ્ણાપ્રસાદ સિંહે 19મી નવેમ્બરે લઇ ગયેલાં કન્ટેઇનરમાં ભરેલાં 15 લાખના 26.130 મેટ્રીક ટનના જથ્થામાંથી 8 લાખનો માલ જ્યારે 26મી નવેમ્બરે લઇ ગયેલાં કેન્ટેઇનરમાંથી 10.30 લાખનો માલ રસ્તામાં જ ગાયબ કર્યો હોવાનું માલુમ પડ્યું હતું.