તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં ભાજપના નેતાઓએ રસ્તા પર કચરો નાખ્યા બાદ તેની સફાઇ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના નેતાઓએ કચરો નાખીને તેને સાફ કરતા વિવાદ - Divya Bhaskar
ભાજપના નેતાઓએ કચરો નાખીને તેને સાફ કરતા વિવાદ
  • મક્તમપુર વિસ્તારમાં ભાજપના સભ્યોએ સ્વચ્છતાનું માત્ર નાટક કર્યું
  • સ્વચ્છતા એજ સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો

ભરૂચ: ભરૂચના વોર્ડ નં-6માં ભાજપના નેતાઓએ રસ્તા પર પહેલાં કચરો નાંખ્યો બાદમાં સાફ સફાઇ કરતાં હોવાનો ફોટો સેશન કરાવ્યું હતું.
ભાજપના નેતાઓએ સફાઇ કરવાનું નાટક કર્યું
ભરૂચમાં નગર પાલિકા દ્વારા વિવિધ વોર્ડમાં સ્વચ્છતા એજ સેવા અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયું છે. જેમાં અલગ અલગ વોર્ડમાં ભાજપના આગેવાનો જાતે જ હાથમાં ઝાડું પકડીને સાફસફાઇ કરી લોકોમાં સ્વચ્છતા માટે જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. જોકે ભાજપના નેતાઓના પ્રયાસ લોકજાગૃતિ માટે હોવા કરતાં માત્ર ફોટો સેશન માટે હોવાનું જણાઇ આવ્યું હતું. ભરૂચના વોર્ડ નં-6માં મક્તમપુર ખાતે ભાજપના આગેવાનોએ સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરવાનું હોઇ સિમેન્ટ કોંક્રિટના પાકા રસ્તા પર પહેલાં લીલા ઘાસ તેમજ પાંદડા સહિતનો કચરો ઠાલવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાજપના નેતાઓએ તેની સાફસફાઇ કરી હતી.