તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ: ભરૂચ જિલ્લામાં મોડે મોડે પણ ઠંડીએ રંગત જમાવી છે. શિયાળાની ઋતુ શરૂ થતાં જ ધરતીપુત્રો રવિપાકની વાવણીમાં જોતરાઇ ગયાં હતાં. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 99 હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે. ત્યારે ઠંડીની મોસમ ઘઉં માટે ફાયદાકારક હોઇ આ વર્ષે 20 હજાર હેક્ટરમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે. જ્યારે 40 હજાર હેક્ટરમાં જિલ્લાનો મુખ્ય પાક ગણાતાં શેરડીનું વાવેતર કર્યું છે.
ભરૂચ જિલ્લામાં આ વર્ષે શિયાળાની શરૂઆત મોડી થઇ હોવા છતાં આખરે ઠંડીની મોસમની જમાવટ થઇ છે. ઉત્તરીય પવનો ફૂંકાતાં પંથકમાં શિતલહેરની અસર વર્તાઇ રહી છે. જેના કારણે ગઇકાલે શુક્રવાર 10.6 ડિગ્રી સાથે મોસમનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો. શિયાળાની ઋતુમાં ખેડૂતો રવિપાકમાં જોતરાઇ જતાં હોય છે. આ વર્ષે ચોમાસામાં બે વાર થયેલી અતિવૃષ્ટીના કારણે ખેડૂતોની આશ રવિ સિઝન પર નિર્ભર બની છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 99 હજાર ઉપરાંત હેક્ટરમાં ધરતીપુત્રોએ રવિપાકોનું વાવેતર કર્યું છે. જેમાં 20 ટકા જેટલું વાવેતર ઘઉંનું અને અન્ય 22 ટકા વાવેતર કઠોળનું થયું છે.
જોકે ભરૂચ જિલ્લામાં શેરડી અને તૂવેર મુખ્ય પાક હોઇ આ વર્ષે 40 હજાર હેક્ટરમાં શેરડીનું વાવેતર કરાયું છે. જ્યારે તુવેરનું વાવેતર આ વર્ષે ઘટીને માત્ર 9,622 હેક્ટર જેટલું નોંધાયું છે. ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લામાં રવી સીઝનમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, શેરડી, શાકભાજી, કઠોળ તેમજ શેરડી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે. ડીસેમ્બર મહિનાના અંત સુધીમાં શિયાળાની બરાબર જમાવટ નહિ થતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી. પરંતુ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે જિલ્લામાં તાપમાનનો પારો ગગડીને 10 ડીગ્રી જેટલો નીચે ચાલ્યો જતાં રવીપાકો માટે અનુકુળ વાતાવરણ ઉભું થતાં ખેડૂતોમાં અનોખી ઉર્જાનો સંચાર થયો છે.
જિલ્લાના 50% ખેડૂતો દ્વારા રવી પાકોનું વાવેતર
ભરૂચમાં કપાસ અને તુવેરના પાકો મુખ્ય છે પણ 40થી 50 ટકા ખેડૂતો રવિ પાકોનું વાવેતર કરતાં હોય છે. શિયાળાની મોસમ જામવાને કારણે ધરતીપુત્રો દ્વારા રવિપાકોના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે.
અસર શું: ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો
ભરૂચ જિલ્લામાં શિયાળાની જમાવટ થવાના કારણે ઘઉં અને ચણાના પાકને ફાયદો થશે. આ બંને પાક માટે 15 થી 17 ડીગ્રી જેટલું તાપમાન જરૂરી હોય છે. ઠંડી શરૂ થતાં ઘઉં અને ચણાનું વાવેતર કરતાં ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.