નર્મદાને સોરાષ્ટ્ર લઇ જનાર નેતાઓની આરતી ઉતારાઇ !

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદાના પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત લઈ જવામાં ત્યાંના નેતાઓ સફળ રહ્યાં હોવાથી સ્થાનિક નેતા સામે વિરોધ કરવા કલેકટર કચેરીમાં આરતી ઉતારી હતી - Divya Bhaskar
નર્મદાના પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત લઈ જવામાં ત્યાંના નેતાઓ સફળ રહ્યાં હોવાથી સ્થાનિક નેતા સામે વિરોધ કરવા કલેકટર કચેરીમાં આરતી ઉતારી હતી
  • ભરૂચના નેતાઓને પાણી બતાવવા અનોખો વિરોધ કર્યો
  • મહિલાઓ દ્વારા ભરૂચ કલેકટર કચેરી ખાતે આરતી કરાઈ
  • નર્મદાનો મહત્તમ લાભ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતને મળી રહ્યો છે: આગેવાન

ભરૂચ: નર્મદા ડેમ ખાતે ગેટ બંધ કરવાની ઘટનાને બે વર્ષ પૂર્ણ થતાં માછીમારોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ડાઉનસ્ટ્રીમમાં નદીને જીવંત કરવામાં નિષ્ફળ ભરૂચના નેતાઓને પાણી બતાવવા માટે તેમણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોના નેતાઓની આરતી ઉતારી હતી. 30 મિનિટ સુધી કલેકટર કચેરી ધાર્મિક સ્થળમાં ફેરવાઇ ગઈ હતી.

માછીમાર સમાજમાં ભારે રોષ: નર્મદા ડેમ ખાતે દરવાજા લાગી ગયા બાદ ડેમની મહત્તમ સપાટી 138.60 મીટર સુધી પહોંચી ગઇ છે. ચોમાસામાં ઓવરફલો થતો નર્મદા ડેમ હવે ઓવરફલો થતો નહિ હોવાથી નદીમાં ખારાશ વધી રહી છે તેમજ ડેમમાંથી પાણી નહિ છોડતાં ડાઉનસ્ટ્રીમમાં નદી સુકીભઠ બની છે. ડેમમાં પાણીનો સંગ્રહ કરાઇ રહ્યો છે પણ ડાઉનસ્ટ્રીમમાં નદીને જીવંત કરવા પાણી છોડવામાં આવતું નહી હોવાના કારણે ભરૂચના માછીમાર સમાજમાં રોષ પ્રર્વતી રહ્યો છે. દરવાજા લગાડી તેને બંધ કરવાની ઘટનાને સોમવારના રોજ બે વર્ષ પુર્ણ થતાં ભરૂચ જિલ્લા સમસ્ત માછીમાર સમાજે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વિસ્તારોને ડેમના પાણીના સૌથી વધુ લાભ મળતા તેમણે ત્યાંની નેતાગીરીને બિરદાવી ભરૂચના નેતાઓ સામે રોષ ઠાલવ્યો હતો. માછીમાર સમાજની મહિલાઓ દ્વારા ભરૂચ કલેકટર કચેરી ખાતે આરતી કરાઈ હતી.

ભરૂચના નેતા વામણા હોવાથી ડાઉનસ્ટ્રીમમાં નદી સુકાઇ
નર્મદા ડેમના પાણીનો મહત્તમ લાભ અત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને મળી રહ્યો છે. ત્યાંના નેતાઓ ડેમના પાણી તેમના વિસ્તારને અપાવવામાં સફળ રહયાં છે તેથી તેમની આરતી ઉતારી છે. ભરૂચના નેતાઓ વામણા હોવાથી ડાઉનસ્ટ્રીમમાં નદી સુકાઇ રહી છે. ડેમને દરવાજા લાગ્યા ત્યારે ભરૂચના સ્થાનિક નેતાઓએ ઉજવણી પણ કરી હતી પણ નદીમાં પાણી લાવી શકયા ન હોવાથી આજે અમે અનોખી રીતે વિરોધ કર્યો છે- કમલેશ મઢીવાલા, આગેવાન, ભરૂચ જિલ્લા સમસ્ત માછીમાર સમાજ

અન્ય સમાચારો પણ છે...