હુમલો / દક્ષિણ આફ્રિકાના વેન્ડામાં ભરૂચના કાવી ગામના યુવાન પર ગોળીબાર

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

  • યુવાન વર્ષ 2011થી સા.આફ્રિકા ગયો હતો
  • ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 06:04 AM IST
ભરૂચ: દક્ષિણ આફ્રિકાના વેન્ડા ખાતે રહેતાં ભરૂચના કાવી ગામના યુવાન પર નિગ્રોના ટોળાએ ગોળીબાર કર્યો હતો. જેમાં તેને સાથળના ભાગે ગોળી વાગી હતી. ગંભીર હાલતમાં યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર બાદ તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ નિગ્રોએ તેના પર હૂમલો કરી લૂંટફાટ ચલાવી હતી.
સાથેના કાવીના બે યુવાનો સાથે જૂમ્માની નમાઝ પઢવા માટે જઇ રહ્યાં હતાં
જંબુસરના કાવી ગામનો સુહેલ અબ્દુલહક્ક બગલી નોકરી અર્થે વર્ષ 2011માં સાઉથ આફ્રિકાના વેન્ડા ખાતે ગયો હતો. સાઉથ આફ્રિકા ગયાં બાદ તે માત્ર એકવાર વર્ષ 2018માં કાવી ગામે પરત આવ્યો હતો. જોકે બાદમાં તે પરત સાઉથ આફ્રિકા જતો રહ્યો હતો. ગત શુક્રવારે તે તેમજ તેની સાથેના કાવીના બે યુવાનો સાથે જૂમ્માની નમાઝ પઢવા માટે જઇ રહ્યાં હતાં. તે વેળાં નિગ્રોના ટોળાએ અચાનક તેમની લૂંટના ઇરાદે તેમના પર ગોળીબાર કરતાં તેની જાંઘમાં ગોળી વાગી ગઇ હતી. હૂમલાબાદ ઇજાગ્રસ્ત સુહેલ અબ્દુલહક્ક બગલીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઓપરેશન બાદ તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે કાવી ખાતે રહેતાં તેના પિતરાઇ ભાઇ સહિતના સગાસંબંધીઓએ રાહત અનુભવી હતી.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી