તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસરાતી રમતો રમી બાળપણના સંસ્મરણો વાગોળ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચમાં ધમાલ ગલી ફન સ્ટ્રીટમાં 2000 લોકો ભરમડાં, લખોટી, ગીલ્લી દંડા, કોથળા દોડ, સતોડિયા જેવી રમતો રમ્યા
 • ભરૂચમાં વર્ષ 2017માં 300 લોકોથી શરૂ થયેલી રોટરી ધમાલ ગલી ઇવેન્ટ રાજ્યના વિવિધ 104 શહેરો સુધી પહોંચી

ભરૂચ: આજના ફાસ્ટ યુગમાં બાળકોમાં ટેક્નોલોજીનું વળગણ વધ્યું છે. જેને લઈને ગાડામાં, ખુલ્લા મેદાનો, ગલીઓમાં રમાતી રમતો વિસરાય રહી છે. આ રમતોનું યુવાનો અને બાળકોમાં પુનઃ ઘેલું લાગે તેવા ઉદ્દેશ સાથે ભરૂચની એક સંસ્થા દ્વારા વર્ષ 2017માં 300 લોકોને એકઠા કરીને પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજે ચાર વર્ષમાં આ પ્રયાસ સફળતાના દ્વાર તરફ આગળ વધ્યો છે. માત્ર ભરૂચમાંથી શરૂ થયેલો આ પ્રયાસ રાજ્યના અન્ય જિલ્લાની સંસ્થાઓને પણ પસંદ આવતા હાલમાં 104 શહેરોમાં આ રોટરી ધમાલ ગલી (ફન સ્ટ્રીટ)નું આયોજન કરવામાં આવે છે. રવિવારે ભરૂચ શહેરમાં બે સ્થળે યોજાયેલી આ રોટરી ધમાલ ગલીમાં 2000થી વધુ નગરજનોએ ભાગ લીધો હતો. આ ધમાલ ગલીની થીમ છે આવો અને રમો.....
ભરૂચ શહેરમાં રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા ફન સ્ટ્રીટનું આયોજન કરાયું હતું. જેમાં જુના સમયની અને હાલમાં વિસરાય ગચેલી રમતોને તાજી કરીને બાળકો-યુવાનો અને વડીલોને રમવા માટે આકર્ષિત કર્યા હતા. શહેરમાં ઝાડેશ્વરમાં આવેલા આઈનોક્સ થિએટરની બહાર અને લીંકરોડ પર આવેલા માતરીયા તળાવ ખાતે રમતો રમાડવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા સતત ચોથા વર્ષમાં સફળતા પૂર્વક આ ધમાલ ગલીનું આયોજન કરાયું હતું. વર્ષ 2017માં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આ ધમાલ ગલીનું નાના પાયે શરૂઆત કરવામાં આવ્યું હતું. આ પ્રયોગ બીજા વર્ષે પણ કરાતા સફળ રહ્યો હતો. માત્ર એટલું જ નહીં, ભરૂચમાં થયેલો આ પ્રયાસ અન્ય જિલ્લાના રોટરી ક્લબને પણ પસંદ આવ્યો અને તેને અજમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. ડિસ્ટિક્ટ 3060 રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા રાજ્યના 104 શહેરમાં આ રોટરી ધમાલ ગલીનું આયોજન કરાયું હતું. 
ભરૂચ શહેરમાં બે સ્થળે યોજાયેલી ધમલ ગલીનું સવારે નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, રોટરીના પ્રમુખ રો.એસ.પી.શાહ, પ્રોજેકટ ચેરમેન શહેઝાદા પઠાણ અને ગુજરાતમાં આ પ્રોજેક્ટ જોતા શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ શરૂ કરાયો હતો. માતરિયા તળાવ ખાતે 1500થી વધુ નગરજનો અને આઈનોક્ષ ઝાડેશ્વર ખાતે 500થી વધુ લોકોએ ઉમટી પડી જૂની રમતો ઉપર હાથ અજમાવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો