તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાપોદ્રા પાટીયા પાસે કેટલાક શખ્સોએ યુવાનને જાહેરમાં માર માર્યો, ઘટના સીસીટીવીમાં કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર: અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા પર યુવાનને માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. સ્થાનિક યુવાનને અજાણ્યા ઇસમો માર મારતા સુરત મહાવીર હોસ્પિટલમાં ખસેડાયો હતો. નજીક કોમ્પ્લેક્ષના સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસ ઇજા પામનાર યુવાનની ફરિયાદ લેવા સુરત પહોંચી હતી. ઘટના લાકડી તેમજ બેઝબોલ વડે યુવાન ઢસડી ઢસડીને ફટકારવાની ક્રૂરતા નજરે પડી હતી.

5થી 10 જેટલા ઈસમોએ યુવાનને માર્યો
અંકલેશ્વરના કાપોદ્રા રોડ પર આવેલ ક્લાસિક હોટલ નજીક યુવાનને કેટલાક યુવાનો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થવાની ઘટના સામે આવી છે. ક્રિષ્ના પાર્ક ડોમોનિઝ પીઝા પાછળ રહેતા લાલજીભાઈ કચરાભાઇ ઉભા હતા તે દરમિયાન 5થી 10 જેટલા ઈસમો દ્વારા લાકડી અને બેઝબોલ વડે કોઈક કારણસર માર મારવાનું શરૂ કર્યું હતું. યુવાન ભાગવા જતા તેને ઢસડી લાવી માર મારવામાં આવ્યો હતો. અને માર મારીને હુમલાખોરો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને સુરતની મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે અંગે હોસ્પિટલમાંથી ટેલિફોનિક વર્ધી આવતા જીઆઇડીસી પોલીસ સુરત ખાતે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લેવા પહોંચી હતી. જોકે ગંભીર રીતે ઘાયલ યુવાનની અર્ધબેભાન અવસ્થામાં પોલીસ ફરિયાદ નોંધી શકી ના હતી. બનાવમાં પ્રાથમિક કોઇ અંગત અદાવતમાં યુવાન માર મારવામાં આવ્યો હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યું છે, ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે યુવાન પર હુમલો કરનાર હુમલાખોરો ઝડપી પાડવા માટેની કવાયત આરંભી છે.