તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં 4 વૈભવી કારમાં 10 લાખના દારૂ સાથે ઝુબેર સહિત 7 પકડાયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણથી દારૂનું પાયલોટિંગ કરી લઇ જતાં બૂટલેગર જુબેર મેમણની 4 વૈભવી કારને ભરૂચ એલસીબીએ ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક જામ કરી ઝડપી પાડી હતી. કારમાંથી 10 લાખનો દારૂ મળ્યો હતો. પોલીસે જુબેર, તેનો ડ્રાઇવર સહિત 7 સાગરિતોની ધરપકડ કરી હતી. દારૂ અને લકઝરી કાર સહિત 67. 82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. - Divya Bhaskar
દમણથી દારૂનું પાયલોટિંગ કરી લઇ જતાં બૂટલેગર જુબેર મેમણની 4 વૈભવી કારને ભરૂચ એલસીબીએ ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક જામ કરી ઝડપી પાડી હતી. કારમાંથી 10 લાખનો દારૂ મળ્યો હતો. પોલીસે જુબેર, તેનો ડ્રાઇવર સહિત 7 સાગરિતોની ધરપકડ કરી હતી. દારૂ અને લકઝરી કાર સહિત 67. 82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
  • વડોદરાના બૂટલેગર જુબેર મેમણ અને પરેશ ઉર્ફે ચકાની દમણથી વાયા ભરૂચ થઇ વડોદરામાં દારૂની ડિલિવરી
  • ગોલ્ડન બ્રિજ પર ચક્કાજામ કરી બૂટલેગરોની કાર પકડી : દારૂ વડોદરાના બૂટલેગર લાલુ સિંધીને પહોંચાડવાનો હતો
  • વડોદરાના બૂટલેગરો વચ્ચે દારૂની હેરાફેરીની હરિફાઇનું ભરૂચમાં ઓપરેશન

ભરૂચ: વડોદરાના બે કુખ્યાત બૂટલેગરો પરેશ ઉર્ફે ચકો અને જુબેર મેમણ વચ્ચે દારૂના ધંધાની તીવ્ર  હરિફાઇ વચ્ચે બુધવારે ભરૂચ ગોલ્ડન બ્રિજ પર પોલીસે ચક્કાજામ કરી 4 વૈભવી કારમાં  જુબેર મેમણ સહિત 7 બૂટલેગરની ધરપકડ કરી છે. પોલીસે ફોરચ્યુનર સહિતની રૂા. 56.88 લાખની લકઝરીયસ કાર સહિત 67.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો દમણના ઉમેશ મોદી ઉર્ફે મેડી પાસેથી લઇ નામચીન લાલુ સિંધીને પહોંચાડવાનો હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 
રૂા. 10.94 લાખની દારૂની 2736 બોટલ મળી આવી
મધ્યપ્રદેશની સરહદથી દારૂની ગુજરાતમાં એન્ટ્રી બંધ થતાં વડોદરાના બૂટલેગરોએ દમણથી દારૂ લાવવાનું શરૂ કર્યું છે. વાયા ભરૂચ થઇને કરાતી દારૂની હેરાફેરીમાં વડોદરાના બૂટલેગરો વચ્ચે સ્પર્ધા જામી છે. નામચીન પરેશ ઉર્ફે ચકો અને ભરૂચના નયન કાયસ્થની ટોળકી સામે વડોદરાના જ જુબેર મેમણ અને લાલુ સિંધીએ લક્ઝરિયસ કારમાં દારૂનો વેપલો શરૂ કર્યો છે. દરમિયાન બુધવારે સવારે ભરૂચ એસીબીએ ગોલ્ડન બ્રિજ પર ચક્કાજામ કરી 4 કારને કોર્ડન કરી હતી. જે પૈકી 3 માં રૂા. 10.94 લાખની દારૂની 2736 બોટલ મળી આવી હતી જ્યારે આ કારનું પાટલોટિંંગ  જુબેર મેમણ અને તેનો ડ્રાઇવર અનવર ઉર્ફે બોબડો
અભેસિંગ દરબાર કરી રહ્યા હતાં. પોલીસે વડોદરાના 6 અને બારડોલીનો એક મળી 7ની ધરપકડ કરી દારૂ તેમજ  2 ફોરચ્યુનર, જીપ કંપાસ અને ટાટા હેરિયર કાર સહિત રૂા. 67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

જુબેર અને લાલુ સિંધી સામે વડોદરા ભરૂચમાં ગુના : 2 વર્ષ પહેલા ચકાની 8 કાર પકડાઇ હતી
નામચીન જુબેર મેમણ વિરૂદ્ધ વડોદરા અને ભરૂચ જિલ્લામાં ગુના નોંધાયેલા છે. જુબેર નબીપુરના  ગુનામાં વોન્ટેડ છે જ્યારે લાલુ સિંધી સામે 50થી વધુ ગુના નોંધાયા છે. વર્ષ 2018માં પણ એલસીબીએ વિદેશી દારૂ ભરેલી 8 લક્ઝરિયસ કારના કાફલાને ફિલ્મી ઢબે પીછો કરીને કેબલ બ્રિજ પર ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાંથી 250 પેટી દારૂ સાથે બૂટલેગર પરેશ ઉર્ફે ચકો સહિત  6 જણની ધરપકડ કરી હતી. 

જીવડું (GPS) લગાવી પોલીસે કાર ઝડપી હતી 
વડોદરા એલસીબીએ કણભા પાટિયા પાસેથી ગત 15 માર્ચે દારૂ ભરેલી ફોરચ્યુનર કાર પકડી હતી. બૂટલેગરની આ કાર પર પોલીસે જીપીએસ  લગાવી પકડી હતી. પોલીસની આ કરતબને ખુદ બુટલેગરો પણ જાણે છે અને તેને કોડવર્ડમાં જીવડું (જીપીએસ) કહે છે. આ દારૂમાં પણ જુબેર મેમણની સંડોવણી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. 

દાહોદ પાસે ફાયરિંગથી મધ્યપ્રદેશનો દારૂ બંધ 
દાહોદના જાલત ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત સપ્તાહે દરોડો પાડતા બૂટલેગરોના 30 જેટલા સાગરિતોએ પથ્થરમારો કરી વાહનોની તોડફોડ કરી હતી. પોલીસે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાના પગલે મધ્યપ્રદેશથી વાયા દાહોદ થઇ વડોદરામા આવતો દારૂ બંધ થઇ ગયો હતો. જેના કારણે બૂટલેગરોએ દારૂ લેવા દમણની વાટ પકડી હતી. 

કોણ પકડાયું 
ઝુબેર શફી ગની મુલ્લા મેમણ, વાડી 
અનવર અભેસિંગ દરબાર, પાણીગેટ
ફૈઝલ રફીક મુલતાની, બારડોલી
ફિરોજ યાકુબ દીવાન, આજવા રોડ 
અલતાફ હુસેન યાકુબ દીવાન,યાકુતપુરા 
મૈયુદ્દીન અલ્લારખાં શેખ, યાકુતપુરા 
નાસીરઅલી અહેમદઅલી પઠાણ, સોમાતળાવ

અન્ય સમાચારો પણ છે...