ભરૂચ / નર્મદા નદીમાં 60 કિલોમીટર સુધી દરિયો જ વહે છે

Divyabhaskar.com | Updated - Apr 16, 2019, 03:35 AM
The number of TDS in Bharuch Nand village is 647

  • નાંદથી ભાડભૂત સુધીની નદીમાં ભરતીના પાણીથી ટીડીએસના પ્રમાણમાં 40 ગણો વધારો :  પાણી પીવાલાયક નથી


ભરૂચ: નર્મદા ડેમમાંથી પાણી નહિ છોડવામાં આવતાં ભાડભુતથી ગરૂડેશ્વર સુધીના 121 કિમી સુધીના વિસ્તારમાં નદી દરિયામાં પરિવર્તિત થઇ ચુકી છે. ભરૂચ તાલુકાના નાંદ ગામથી ભાડભુત સુધી જતાં નદીના પાણીમાં ટીડીએસમાં 40 ગણો વધારો થઇ ચુકયો છે. ભરૂચના કાંઠે પણ નર્મદાના પાણી પીવાલાયક રહયાં નથી. ભરૂચ શહેરની નર્મદામાં ટીડીએસનું પ્રમાણ 19,928 જેટલું નોંધાયું છે. નાંદથી ભાડભુત સુધીના 60 કીમીના વિસ્તારમાં નદી દરિયો બની ચુકી છે.


ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી અસ્તિત્વ સામે જંગ લડી રહી છે. નર્મદા ડેમમાંથી માત્ર 600 કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે જે ડાઉનસ્ટ્રીમના 161 કીમીના વિસ્તાર માટે પુરતુ નહિ હોવાથી નદી સુકીભઠ બની ચુકી છે. દરિયાની ભરતીના પાણી પરત દરિયામાં જતાં નહિ હોવાના કારણે ભાડભુતથી ગરૂડેશ્વર સુધી નર્મદા નદી દરિયામાં પરીવર્તિત થઇ ચુકી છે. નર્મદા નદીના પાણી હવે પીવાલાયક રહયા નહિ હોવાનો ઘટસ્ફોટ વિવિધ સેવાભાવી સંસ્થાઓએ કર્યો છે.


ભરૂચના નાંદ ગામે ટીડીએસનું પ્રમાણ 647 જેટલું છે જે ભાડભુત જતાં સુધીમાં 25,564 સુધી પહોંચી જાય છે. નર્મદા નદીના કાંઠે વસેલા ભરૂચમાં જ નદીના પાણી પીવાલાયક રહયાં નથી. ભરૂચના કાંઠે નદીના પાણીમાં ટીડીએસનું પ્રમાણ19,928 તથા કલોરાઇડનું પ્રમાણ 9,996 નોંધાયું છે.

સરકાર પાણી છોડવાની ચોક્કસ તારીખ જાહેર કરે: ખેડૂત- નર્મદા નદીએ સરકારની નથી પરંતુ આપણી પોતાની નદી છે. નદી સુકીભઠ બની જતાં આસપાસના ગામોમાં કુવાના પાણી પણ પીવાલાયક રહયાં નથી. કુવામાંથી પણ 1200થી વધારે ટીડીએસવાળા પાણી નીકળી રહયાં છે. સરકારે ડેમમાંથી પાણી કયારે છોડશે તેની ચોકકસ તારીખ જાહેર કરવી જોઇએ.જો તેમ નહિ કરે તો આપણે નદીની સાથે સરકારનું પણ પાણી છોડાવી દઇશું. - બદ્રીભાઇ જોષી, ખેડૂત આગેવાન, તણછા


કલોરિનવાળુ પાણી હાનિકારક છે: નર્મદા હાલ દરિયો બની ચુકી છે.પાણીમાં કલોરાઇડનું પ્રમાણ 9,000થી 13,000 જેટલું મળે છે. કલોરીનવાળુ પાણી સ્વાસ્થય માટે હાનિકારક છે. નર્મદા ડેમમાંથી હાલ માત્ર 600 કયુસેક પાણી છોડવામાં આવે છે જે પુરતુ નથી. - રોહિત પ્રજાપતિ, પર્યાવરણ સુરક્ષા સમિતિ

X
The number of TDS in Bharuch Nand village is 647
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App