તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના ઉદ્યોગો પાકિસ્તાનમાં વાર્ષિક 6000 કરોડની નિકાસ બંધ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોજના રૂ.17 કરોડના ડાયઝ પાક.માં મોકલાય છે
  • પાકિસ્તાનના કેમિકલ ઉદ્યોગોને તાળાં લાગી જશે   

ભરૂચ: પુલવામામાં સીઆરપીએફની ટુકડી પર આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાન સામે જનઆક્રોશ જોવા મળી રહયો છે ત્યારે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા, દહેજ સહિતની જીઆઇડીસીમાં ડાયઝ એન્ડ પીગમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ વાર્ષિક 6,000 કરોડનું નુકશાન સહન કરીને પણ પાકિસ્તાનની આર્થિક કમર તોડી નાંખવા તત્પર બની છે. જિલ્લામાંથી રોજના 17 કરોડ રૂપિયાની કિમંતની ડાયઝ અને પીગમેન્ટની આંતરરાષ્ટ્રીય વિક્રેતાઓ મારફતે નિકાસ કરાઇ છે. પાકિસ્તાનને ડાયઝ અને પીગમેન્ટનું વેચાણ બંધ કરવામાં આવે તો ત્યાંનો કલર તથા અન્ય કેમિકલ ઉદ્યોગોને તાળા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. 

 

પાક.ને  પાઠ ભણાવવા ઉદ્યોગકારો તૈયાર છે  


ભરૂચ જિલ્લામાં ઉત્પાદિત ડાયઝ અને પીગમેન્ટનો પાકિસ્તાન સાથે વાર્ષિક 6,000 કરોડ રૂા. ઉપરાંતનો કારોબાર છે. ભારત સરકાર પાકિસ્તાન પર આર્થિક પ્રતિબંધ લાદશે તો અમે પાકિસ્તાન સાથેનો કારોબાર સદંતર બંધ કરી દેવા માટે તૈયાર છીએ. - બી.એસ.પટેલ, પ્રમુખ, પીઆઇએ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો