તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં ગેરેજ માલિકની માથામાં ગોળી મારી કરપીણ હત્યા કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક સમીમખાનની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક સમીમખાનની ફાઈલ તસવીર
  • હત્યાનું કારણ હજી અકબંધ 
  • ઘર આગળ બાઇક પાર્ક કરતા હતાં ત્યારે બે હત્યારા ત્રાટક્યાં
  • મૃતક માંડવા ગામ નજીક વાહનો રીપેરીંગનું ગેરેજ ધરાવે છે

અંકલેશ્વર: અંકલેશ્વરમાં પરપ્રાંતિય સમાજની બહુલ વસતી ધરાવતાં સારંગપુરમાં ઘરના આંગણામાં બાઇક પાર્ક કરી રહેલાં  35 વર્ષીય સમીમખાનની અગાઉથી છુપાયને બેસેલાં  બે અજાણ્યા શુટરોએ માથામાં ગોળી મારી કરપીણ હત્યા કરી નાંખી હતી. શનિવારે રાત્રીના સમયે મૃતક માંડવા ગામ પાસે આવેલું તેમનું ગેરેજ બંધ કરી ઘરે આવ્યાં હતાં પરંતુ ઘરમાં પ્રવેશે તે પહેલાં તેમના માથામાં ગોળી ધરબી દેવામાં આવી હતી. હત્યા પાછળનું કારણ હજી અકબંધ છે. આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી તપાસ શરૂ કરાય છે.  

 

સમીમખાને કુશળતાથી ગેરેજનું સંચાલન કરી આર્થિક રીતે સધ્ધર બન્યો હતો. તે પહેલા ભાડાના મકાનમાં રહેતો હતો પણ થોડા સમય પહેલાં હાલના સહિત 4 મકાનોની ખરીદી માટે બુકીંગ કરાવ્યું હતું. જેને લઇ હત્યા પાછળ આર્થિક કે ધંધાકીય અદાવત પણ હોવાની શક્યતાને પોલીસ તપાસી રહી છે.

મૃતકના માથાના ભાગમાં ગોળી વાગી છે. હત્યામાં કયું હથિયાર વપરાયું તથા હત્યા કયાં કારણોસર કરવામાં આવી છે તેની તપાસ ચાલી રહી છે. - એલ.એ.ઝાલા, ડી.વાય.એસ.પી  

પદ્માવતી નગર નજીક અગાઉ પણ નજીવી બાબતે રાત્રીના પાડોશીએ બાજુના મકાનમાં રહેતા યુવાનને ગોળી ધરબી દીધી હતી. અહીં ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજયોમાંથી રોજગારી મેળવવા આવેલાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ભુતકાળામાં આ વિસ્તારમાંથી દેશી તમંચા સહિતના હથિયારો ઝડપાય ચુકયાં છે.