તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન ઇફેક્ટને પગલે અંકલેશ્વરમાં ધૂળ ડમરીઓ ઉડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરઃ રાજસ્થાન સાયક્લોનિક સરક્યુલેશન ઇફેક્ટ અંકલેશ્વર પર પડતા શહેરો અને ગ્રામ્ય વિસ્તાર ધૂળની ડમરીઓ ઉડી હતી. હવામાન ખાતાની 2 દિવસમાં માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. માનવ સ્વાસ્થ માટે બદલાયેલું હવામાન માંદગી પૂર્ણ અને ખેતીને પણ નુકશાન સાબિત થઇ શકે છે. તો ગરમીનો પારો ગગડતા તેની સીધી અસર માનવ સ્વસ્થ પર ઉભી થશે. 

હીટસ્ટોક, સહીત ઝાડા-ઉલટી, ટાઇફોડ અને ચામડીજન્ય રોગ વધી શકે છે
કચ્છ અને રાજસ્થાનના રણમાં પડેલી ગરમીથી ઉઠેલી ધૂળની આંધીની અસર હેઠળ સાયક્લોનિક સરક્યુલેશન ઇફેક્ટ થઇ છે. જે ધૂળિયું વાતાવરણ સર્જાય રહ્યું છે. પવનની દિશા બદલાઈ જવાને લઇને વાતાવરણમાં એકદમ ધૂળ ભળી જવા પામી છે. રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં અને તેને અડીને આવેલ ગુજરાતના વિસ્તારોમાં દરિયાઈ સપાટી નજીકના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન વધુ ઘેરું બન્યું છે. જેની અસરથી ગરમીનો પારો ગગડી ગયો છે. આ ધૂળની ડમળી અસ્થમા અને જેમને શ્વાસોશ્વાસની બીમારી છે. તેમના માટે અત્યંત પ્રાણઘાતક નીવડી શકે છે. તો ગરમી પારો ગગડતા હીટસ્ટોક, સહીત ઝાડા-ઉલટી, ટાઇફોડ અને ચામડીજન્ય રોગ વધી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...