વિરોધ / ભરૂચમાં ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગ્યા, 'કોઇ પણ પક્ષે પ્રચાર માટે આવવુ નહીં'

Banners put of Election boycott on link road in Bharuch
X
Banners put of Election boycott on link road in Bharuch

  • 5 વર્ષથી પરેશાન જનતાએ ચૂંટણી સમયે વિરોધ નોંધાવ્યો

DivyaBhaskar.com

Mar 15, 2019, 03:08 PM IST
ભરૂચઃ ભરૂચના લિંક રોડ પર આવેલી પારિજાતક વિહાર સોસાયટીની બહાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનર લાગ્યા છે. આ બેનરમાં લખ્યું છે કે, 'કોઇ પણ પક્ષે પારીજાતક વિહારમાં ચૂંટણીના પ્રચાર અર્થે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં'. જેને પગલે સત્તા પક્ષ ભાજપમાં દોડધામ મચી ગઇ છે.

વિકાસ કામો ન થયા હોવાથી ચૂંટણી બહિષ્કાર કર્યો

સોસાયટીની બહાર લાગેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે, 'વોર્ડ નં-2, પારીજાતક વિહાર સોસાયટીમાં 5 વર્ષમાં કોઇ પણ વિકાસના કામો ન થયા હોવાથી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. ચૂંટાયેલા નગરસેવાના સભ્યો આ વિસ્તારમાં જોવા તૈયાર નથી. સરકારશ્રીને તરફ ધ્યાન દોરવા પ્રયાસ કરવામા આવે છે. કોઇ પણ પક્ષે પારીજાતક વિહારમાં ચૂંટણીના પ્રચાર અર્થે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં'. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી