તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્કમટેક્સનું કોકડું ઉકેલવા માટે 40 ખેડૂત એડવાઇઝરી સેલમાં પહોંચ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોની નોટિસની સરળતા માટે સેલની રચના કરવામાં આવી
  • આઇટી વિભાગ 133-6 મુજબની નોટિસનો ઉકેલ, 142-3 પર સ્ટે લગાવશે

ભરૂચ: ભરૂચ જિલ્લાના ખેડૂતોને ઇનકમટેક્સ વિભાગે કરચોરીની નોટીસો ફટકારી હતી. જોકે હવે નોટીસોના જવાબોમાં સરળતા રહે તે માટે ભરૂચ ઇન્કમટેક્સની કચેરીમાં એડવાઇઝરી સેલની રચના કરવામાં આવી છે

40 ખેડૂતોએ આઇટી કચેરીની મુલાકાત અને માર્ગદર્શન લીધુ
જે ખેડૂતોને નોટીસ ફટકારી છે તેનો નિકાલ લાવવામાં ખેડૂતોને માર્ગદર્શન આપશે.નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર ભરૂચ અને આમોદ તાલુકાના 40 ખેડૂતોએ આઇટી કચેરીની મુલાકાત અને માર્ગદર્શન લીધુ હતું. 
ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરિયાએ જણાવ્યું હતુ કે, આઇટી કચેરીમાં એડવાઇઝરી સેલમાં નિમણૂક થયેલા અધિકારીઓ ખેડૂતોને યાગ્ય રીતે માર્ગદર્શન આપે છે. ઇનકમટેક્સ વિભાગની 133-6 મુજબની નોટીસનો યોગ્ય પુરાવા સાથે જમા કરાવે તો નોટીસનો નિકાલ ત્વરીત થઇ જાય છે.142-3 મુજબની નોટીસો માટેના પુરાવા સબમિટ કરો તો તેના પર સ્ટે લગાવી દેવાય છે. જોકે 156 મુજબની નોટીસ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક કરવો અનિવાર્ય છે.

અન્ય સમાચારો પણ છે...