અંકલેશ્વર / NH-48 પર ખરોડ ચોકડી પર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિક જામ સર્જાયો

Divyabhaskar.com

Jun 12, 2019, 05:55 PM IST
An accidental traffic jam was created between two trucks on NH-48 on the Khorod quartet

અંકલેશ્વર: નેશનલ હાઇવે નંબર-48 પર અંકલેશ્વર નજીક આવેલા ખરોડ હાઈવે ચોકડી પર આજે વિચિત્ર અકસ્માત સર્જાતા ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. ચોકડી પર રોડ ક્રોસ કરી રહેલા ટ્રક સાથે હાઇવે પરથી પસાર થઇ રહેલી ટ્રક ભટકતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ખરોડ ચોકડી પર છાશવારે અકસ્માતો થતા રહેતા હોય અને તંત્રને અનેકવાર ટાકીદ અને રજૂઆતો કરી હોવા છતાં ખરોડ ચોકડી પ્રત્યે તંત્ર મૌન બેઠું છે. આ ચોકડીથી માત્ર 500 મીટરના વિસ્તારમાં આવેલ 5 જેટલી શાળાઓ અને પાનોલી જી.આઈ.ડી.સીના વાહનો માટેની મુખ્ય ચોકડી હોવા છતા આ ચોકડી પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અગાઉ એક શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થી અને સ્કુલ બસને અકસ્માત નડ્યો હતો. સ્થાનિક સાંસદ, નેશનલ હાઈવે ઓથોરીટી અને રોડ મિનિસ્ટર સુધી પ્રત્યક્ષ મુલાકાત કરી રજૂઆત કરી હોવા છતાં ચૂપ્પી સાધવામા આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. અને માત્ર ચૂંટણી ટાણે ઠાલા વચન આપતા તંત્ર સામે બળાપો કાઢતા જો ખરોડ ચોકડીની સમસ્યાનું વહેલી ટકે નિરાકરણ નહિ કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

X
An accidental traffic jam was created between two trucks on NH-48 on the Khorod quartet
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી