તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલોદ ગામે જમીન માપણીના મુદ્દે ઝઘડામાં વધુ એક ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાડોશીઓ વચ્ચે ઝગડા બાદ મારામારી થઇ હતી
  • ઇજાગ્રસ્ત મહિલાને ભરૂચ સિવિલમાં ખસેડાયા

ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના સેલોદ ગામે ખેતરના સેઢા પર પાડોસીઓની જમીન માપણી ચાલતી હતી તે વેળા થયેલા ઝઘડામાં પહેલાં એક ફરિયાદ નોંધાઈ હતી. હવે સામાપક્ષે પણ માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.

ઈજાગ્રસ્ત મનીષાબેનને ભરૂચ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
ઝઘડિયાના સેલોદ ગામે નવનીત અને પ્રતિન ખેતરના સેઢાના પાડોસીઓ છે. બંને ખેડૂતોને સેઢા બાબતે મન દુઃખ હતું. જેથી પ્રતિને જમીન માપણી માટે સરકારી કર્મચારીઓને બોલાવ્યા હતા. તે વેળા નવનિતે પ્રતિનના સગાઓ સાથે બોલાચાલી અને મારામારી થઇ હતી. તે બાબતે નવનિતના પત્ની નયનાબેને પ્રતિનના સગાઓ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં  ઈજાગ્રસ્ત મનીષાબેનને ભરૂચ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેણે  ઝઘડિયા પોલીસ મથકે નવનીત પરસોતમ પટેલ અને ધવલ નવનીત પટેલ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...