જંબુસર / કારના કાટમાળમાં ફસાયેલા યુવાનનું લોખંડના ખાટલાનું સ્ટ્રેચર બનાવી રેસ્ક્યૂ

The crane overturned on the young man's car at jambusar

  • ગેસ પુરાવવા નીકળેલા યુવકની કાર પર ક્રેઇન પલટતાં નીચે દબાઇ ગયો
  • 10 હજાર કિલો વજનની ક્રેઇન હોવા છતાં લોકોએ યુવકનો જીવ બચાવ્યો

Divyabhaskar.com

Jan 22, 2020, 08:24 AM IST

જંબુસર: જંબુસર શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં 10 હજાર કીલોથી વધુ વજન ધરાવતી ક્રેઇન કાર પર પલટી મારી ગઇ હતી. દરમિયાન કારમાં ફસાયેલા કાર ચાલકને સ્થળ ઉપર હાજર લોકોએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. લોકોએ 108ની રાહ જોયા વિના લોખંડના ખાટવાનું સ્ટ્રેચર બનાવી યુવકને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલુ છે. ગંભીર અકસ્માત હોવા છતાં ચમત્કારિક રીતે યુવાનનો જીવ બચી જતાં જાનહાની ટળી હતી. આ દુર્ઘટનાને પગલે ટ્રાફિક જામ થતા અનેક વાહનચાલકો અટવાયાં હતાં.

બનાવ સ્થળેથી મળતી વિગતો મુજબ આ કાર ચાલક સતીષ બુધેસિંહ ગોહિલ રહે. ટંકારી ગામેથી ઈકો કારમાં ગેસ પુરાવવા જઈ રહ્યો હતો. તે વેળાએ એક ફસાયેલા વાહનને આ ક્રેન દ્વારા કાઢવામાં આવી રહ્યું હતું. તેવામાં ક્રેઈન પલ્ટી ખાઈ હતી. તેવામાં ત્યાંથી પસાર થતી ઈકો કાર પર પડતાં તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ વખતે આજુબાજુના લોકોએ દોડી આવી કારના કાટમાણમાં ફસાયેલા યુવકને હેમખેમ બહાર કાઢ્યો હતો. અંદાજે 10 હજાર કિલોથી વધુ વજનની ક્રેઈન હોવા છતાં યુવકનો જીવ બચી જતાં ગુજરાતી કહેવત રામ રાખે તેને કોણ ચાખે તેને સાર્થક કરી હતી. આ સ્થળે ટ્રાફિક જામ થઈ જતાં 108 પણ આવી શકે તેવી હાલત નહીં રહેતાં લોકોએ ક્ષણભરની પણ રાહ જોયા વિના નજીકમાં પડેલા લોખંડના ખાટલાને લોકોએ સ્ટ્રેચર બનાવી લીધું હતું. યુવકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતાં તેનો જીવ બચી ગયો હતો. જોકે આ લખાય રહ્યું છે ત્યાં સુધી આ બનાવ સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નહોતી.

મોટી જાનહાનિ ટળી
યુવાન ઈકો કાર લઈને ગેસ પુરાવવા જઈ રહ્યો હતો. તેથી કારમાં માત્ર તે એકલો જ સવાર હતો. જેના કારણે ક્રેઈન સાથે સર્જાયેલા અકસ્માતમાં મોટી જાનહાની થતાં ટળી હતી. કારમાં સવાર એકમાત્ર ચાલકનો પણ આબાદ બચાવ થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

X
The crane overturned on the young man's car at jambusar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી