તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં NSUI અને યૂથ કોંગ્રેસની મશાલ રેલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • હવા મહેલથી પ્રતિન ચોકડી સુધી મશાલ રેલી : યૂથ કોંગ્રેસ અને NSUIએ હુમલાને વખોડ્યો
 • દિલ્હી અને અમદાવાદમાં NSUIના કાર્યકરો પર થયેલા હુમલાના વિરોધમાં રેલી યોજાઈ

અંકલેશ્વર: દિલ્હી અને અમદાવાદમાં એન.એસ.યુ.આઈના કાર્યકરો પર થયેલા હુમલાના વિરોધમાં અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસે મસાલ રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હવા મહેલથી પ્રતિન ચોકડી સુધી મસાલ સાથે કેન્ડલ માર્ચ યોજાઈ હતી. યુથ કોંગ્રેસ અને એન.એસ.યુના કાર્યકરોએ હુમલાને વખોડ્યો હતો. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને જિલ્લા એન.એસ.યુ.આઈ. દ્વારા દિલ્હીની જે.એન.યુમાં તેમજ અમદાવાદ ખાતે એન.એસ.યુ.આઈના કાર્યકરો પર થયેલા હુમલાના વિરોધમાં અંકલેશ્વરમાં કેન્ડલ માર્ચ તેમજ મસાલ રેલી યોજી હતી. 
 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં હવા મહેલથી પ્રતિન ચોકડી સુધી ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકરની છબી સાથે રેલી નીકળી હતી. યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ તેમજ અંકલેશ્વર શહેર તાલુકા અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. અંદાજિત 500થી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, એન.એસ.યુ.આઈ. જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, મગન માસ્તર,  ગીતાબેન વસાવા, જ્યોતિબેન તડવી, એસ.એસ.યુ.આઈના ઓસામા ખાન, ધર્મિષ્ઠાબેન,જ્યેશ્રી મોદી, ચેતના વસાવા,  શૈલેષ પરમાર, ઇમરાન પટેલ, સુધીરસિંહ અટોદરિયા, નવલસિંહ જાડેજા સહીત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે હવા મહેલ થી પ્રતિન ચોકડી સુધી યોજાય હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો