તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્ની સાથે ફોઈના દીકરાના આડાસંબંધ હોવાની શંકાએ ફોઈની ઘાતકી હત્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રીના સમયે હત્યા કરી ભત્રીજો ફરાર : તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા મારી હત્યા કરી
 • અંકલેશ્વરના નવા ધંતુરીયા ગામે ભત્રીજાએ ફોઈનું ઢીમ ઢાળી દીધું
 • તાલુકા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી

અંકલેશ્વર: અંકલેશ્વરના નવા ધંતુરીયા ગામે ફોઈનું ઢીમ ઢાળી ભત્રીજો ફરાર થઇ ગયો હતો. પોતાની પત્ની સાથે ફોઈના દીકરાના આડાસંબંધ હોવાની શંકાએ તેણે ફોઈની હત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. રાત્રીના સમયે તીક્ષ્ણ હથિયાર વડે ભાગે ઘા મારી હત્યા કરી હતી. સમગ્ર મામલે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. તો હત્યા કરી ફરાર થઈ ગયેલા ભત્રીજાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અંકલેશ્વર તાલુકાના નવા ધંતૂરીયા ગામે રહેતા 41 વર્ષીય અમીબેન દિલીપ વસાવાની ગત રાત્રે હત્યા કરી ભત્રીજો ફરાર થઈ ગયો હતો. સવારે લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પાડોશીઓએ જોઈ જતાં આ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહની તપાસ કરતાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત થયું હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલા કારણથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ભત્રીજા પ્રવીણ ગુમાન વસાવાએ તેની ફોઈની હત્યા કરી હતી. હત્યા પાછળ તેની પત્ની સાથે ફોઈના દીકરાના આડા સંબંધ હોવાની આશંકા હતી. જેને લઇને ફોઈના દીકરાને મારવા આવેલા પ્રવીણ વસાવાએ પિતરાઈ ભાઈ નહીં મળતાં તેની ફોઈની હત્યા કરી નાંખી હતી. બનાવ સંદર્ભે મૃતક અમીબેનની પુત્રી રીટાબેને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર ભત્રીજા પ્રવીણ ગોમાન વસાવાને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી. 

આરોપીને ઝડપી પાડવા ટીમો રવાના કરાઈ
મૃતક અમીબેનના દીકરા સાથે હત્યા કરનારા પ્રવીણ વસાવાની પત્નીના આડાસંબંધ હોવાની આશંકા પ્રવીણને હતી. જેને લઈને તે ફોઈના દીકરાને શોધવા ગયો હતો. જ્યાં ફોઈની કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. જે અંગે મૃતકની દીકરી દ્વારા ફરિયાદ આપતાં હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. આરોપીને ઝડપી પાડવા ટીમો રવાના કરાઈ છે. - આર.એન. કરમથીયા, પી.આઈ. તાલુકા પોલીસ મથક, અંકલેશ્વર 

મારા મામાના છોકરાએ જ મારી મમ્મીની હત્યા કરી
મારી મમ્મી સાથે વાત કરવા મેં પાડોશીને ફોન કર્યો હતો. તેમણે મારી માતાની હત્યા થઈ હોવાની જાણ કરી હતી. જેને લઈને હું ત્વરિત અસરથી અહીં આવતાં મારી માતાનો મૃતદહે લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. મારા મામાના દીકરા પ્રવીણ વસાવાએ મારી માતાની હત્યા કરી છે. - રીટા વસાવા, મૃતકની દીકરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો