અંકલેશ્વર / સર્વાઇવલ કંપનીને આગની ઘટના બાદ એક કરોડનો દંડ, જીપીસીબીની ક્લોઝર નોટિસ

GPCB's Closure Notice to Survival Company Upon One Crore Fine

  • ઝઘડિયાની સિક્કા કંપની બાદ સર્વાઇવલ ટેક્નોલોજી કંપની સામે પણ કડક કાર્યવાહી
  • અંકલેશ્વરની કંપનીએ ગેરકાયદે સોલ્વન્ટનો જથ્થો સંગ્રહ કર્યો હતો

Divyabhaskar.com

Dec 03, 2019, 09:02 AM IST

અંકલેશ્વર: અંકલેશ્વરની સર્વાઇવલ ટેક્નોલોજી કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ જીપીસીબીએ આકરું રૂખ અપનાવ્યું છે. કંપની જીપીસીબીના નિયમોનું ઉલંઘન કરવા બદલ કંપનીને ક્લોઝર નોટીસ ફટકારવા સાથે 1 કરોડનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીના બંને યુનિટ અને હિમસન ટ્વીસ્ટીંગ એન્ડ ટેક્ષ કંપનીને પણ ક્લોઝર નોટીસ આપવામાં આવી છે. જીપીસીબીની મંજૂરી વગર કંપનીએ બિન અધિકૃત રીતે સોલ્વન્ટનો જથ્થો સંગ્રહ કરતાં કડક કાર્યવાહી કરાઇ છે.


અંકલેશ્વર જીઆઇડીસીમાં લ્યુપિન લિમિટેડ કંપની સામે આવેલ હિમસન ટ્વીસ્ટીંગ એન્ડ ટેક્ષ કંપનીના ભાડાના શેડમાં સર્વાઇવલ ટેક્નોલોજીના સંગ્રહીત સોલ્વન્ટના જથ્થામાં ગત 17મી નવેમ્બરના રોજ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં સર્વાઇવલ ટેક્નોલોજી કંપની દ્વારા બિન અધિકૃત રીતે સોલવન્ટનો જથ્થો સંગ્રહિત કર્યો હતો જેના વ્યવસ્થાપનમાં પણ બેદકારી હોવાનું જીપીસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. એટલું જ નહિ કંપની પાછલા વર્ષોનો ટ્રેક રેકોર્ડ તપાસ કરવામાં આવ્યો હતો. જેમાં 3 વર્ષ પૂર્વે આજ સ્થળે આજ કંપની દ્વારા સંગ્રહિત કરવામાં આવેલ જથ્થામાં ભીષણ આગ લાગી હતી. આ ઉપરાંત સોલ્વન્ટના જથ્થા અંગે જીપીસીબીની જરૂરી મંજૂરી લેવાની હોય છે જે કંપની દ્વારા લેવામાં આવી ન હતી. આગ સમયે જીપીસીબી દ્વારા ઘટના સ્થળે કંપની જીપીસીબીની મંજૂરી વગરનો બિન અધિકૃત જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. જેના પગલે જીપીસીબી ગાંધીનગરે સર્વાઇવલ ટેક્નોલોજી કંપનીના બન્ને યુનિટોને તાત્કાલિક અસર થી ક્લોઝર નોટીસ આપી એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જયારે હિમસન કંપનીને પણ ક્લોઝર નોટીસ ફટકારી તાત્કાલિક અસરથી કંપનીઓના વીજ અને પાણી જોડાણ કાપી નાખવાનો હુકમ કર્યો હતો.

GPCBએ એર મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરી હતી
GPCB દ્વારા આગ લાગવાના સ્થળની પાસે અમલ કંપની પાછળ, લ્યુપિન કંપની ગેટ નંબર 3 અને ગુજરાત ઓર્ગેનિક કંપની પાસે 3 પોર્ટેબલ એર મોનીટંરીગ સિસ્ટમ ઉભી કરી હવામાં વિવિધ ઘટકો દ્વારા ફેલાતા પ્રદૂષણનું એનાલિસિસ હાથ ધર્યું હતું. જેના રીપોર્ટના આધારે કંપની સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી.


આગની ઘટના બાદ હવા પ્રદૂષણની માત્રમાં વધારો
સર્વાઇવલ ટેક્નોલોજી કંપનીમાં ગત 17 મી નવેમ્બરના રોજ બનેલી આગની ઘટનાથી કંપની નજીક હવા પ્રદુષણની માત્રામાં વધારો જોવા મળ્યો હતો. તેમજ લોકો દ્વારા શ્વાસો શ્વાસની સ્વાસ્થ સબંધિત ફરિયાદ કરી હતી. જેના કારણે જીપીસીબીની ટીમ તુરંત એક્શનમાં આવી હતી.


જિલ્લામાં બીજી કંપનીને જંગી દંડ ફટકારાયો
જીપીસીબી દ્વારા આ અગાઉ ઝગડીયાની સિક્કા કંપનીને કંપની કેમિકલ વેસ્ટનો બિન અધિકૃત નિકાલ તેમજ અન્ય નિયમોના ભંગને લઇને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ અને 1 કરોડનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ સર્વાઇવલ ટેક્નોલોજી કંપનીને પણ 1 કરોડનો દંડ ફટકારાયો છે.

X
GPCB's Closure Notice to Survival Company Upon One Crore Fine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી