તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં દારૂડિયાએ મહિલાને ગાળો બોલી છરી વડે હુમલો કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાગી આવતાં મહિલાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

સુરેન્દ્રનગરઃ વઢવાણ ગણપતિ ફાટસર રિધ્ધિ-સિધ્ધિ સોસાયટીમાં દારૂ પીને ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની પાડોશી મહિલાએ ના પાડી હતી. આ મનદુ:ખે મહિલા ઉપર છરી સહિતના હથિયાર સાથે હુમલો કર્યો હતો. આથી મહિલાને લાગી આવતા તેણે ફિનાઇલ પી લીધુ હતુ. અને ટીબી હોસ્પિટલમાં સારવાર બાદ મહિલાને રજા આપવામાં આવતા મહિલાએ 5 શખ્સ ફરીયાદ નોંધાવી હતી.

હાથમાં ધારીયુ લઇ હુમલો કરતા ઇજાઓ કરી
વઢવાણ ગણપતિ ફાટસર રિધ્ધિ-સિધ્ધિ સોસાયટીમાં કંચનબેન નરોતમભાઈ દલસાણી પોતાના પરિવાર સાથે રહે  છે. ત્યારે તેમણે વઢવાણ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવાયા મુજબ તેમની પાડોશમાં રહેતા નટુભાઈ વાણીયા અવારનવાર દારૂ પીવાને ગાળો બોલતા હોય છે. આથી કંચનબેન ગાળો બોલવા બાબતે અવારનવાર ના પાડી હતી. આ બાબતનું મનદુ:ખ રાખી જગદિશભાઈ નટુભાઈ વાણીયા, ધર્મેન્દ્રભાઈ નટુભાઈ વાણીયા, નટુભાઈના ત્રીજા નંબરનો દિકરો કંચનબેનના ઘરના ફળીયામાં ગયા હતા. ત્યારબાદ જગદીશભાઈ અને ધર્મેન્દ્રભાઈએ છરી કાઢી તેમજ નટુભાઈએ હાથમાં ધારીયુ લઇ હુમલો કરતા ઇજાઓ કરી હતી. આ ઝપાઝપીમાં કંચનબેનનો ડ્રેસ ફાડી નાખી તેમજ તેમના ગળામાં પહરેલ સોનાનો ચેન ક્યાંક ઘરના ફળિયામાં પડી ગયો હતો. આ બનાવમાં કંચનબેને પોતાના ઘરમાં જઇને ફિનાઇલ પી લેતા 108 દ્વારા ગાંધી હોસ્પિટલ બાદ ટીબીમાં સારવાર માટે લઇ જવાયા હતા. જયાં સારવાર બાદ તેઓને રજા આપવામાં આવી હતી. આ બનાવમાં જગદીશભાઈ, નટુભાઇ, ધર્મેન્દ્રભાઈ, નટુભાઈનો ત્રીજા નંબરનો દિકરો, નટુભાઈના બા એમ કુલ 5 શખ્સો સામે ગુનો નોંધાતા વધુ તપાસ શક્તિસિંહ પનુભા વાઘેલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...