સાયલા સરકારી દવાખાનામાં લાશનો કાન ઉંદરો કાતરી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલા દવાખાનામાં યુવાનની લાશના કાનને ઉંદરોએ કાતરી જતા અરેરાટી ફેલાઇ હતી - Divya Bhaskar
સાયલા દવાખાનામાં યુવાનની લાશના કાનને ઉંદરોએ કાતરી જતા અરેરાટી ફેલાઇ હતી
  • સ્ટ્રેચર પર રહેલી યુવાનની લાશ સુધી ઉંદરો પહોંચી ગયા
  • દવાખાનાના તંત્રની બેદરકારીના કારણે ઉંદરોને ત્રાસ વધ્યો

સાયલાઃ સાયલા રાજસોભાગ આશ્રમ સંચાલિત સાર્વજનિક દવાખાનામાં રવિવારે સાંજે મોટર ગૅરેજમાં કામ કરતા યુવાનને શંકાસ્પદ રીતે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં દવાખાને લઈ જવાયો હતો પરંતુ સાયલા દવાખાનાના  તંત્રની બેદરકારીના કારણે  સ્ટેચર પર રહેલી યુવાનની લાશ પર ઉંદરોએ હુમલો કરી કાન કાતરી નાખતાં પરિવારજનોમાં તંત્ર ઉપર ફિટકારની લાગણી વરસી હતી.

ઉંદરોએ કાન કોતરી ખાધો
સાયલા નેશનલ હાઈ-વે પાસે મોટર ગૅરેજમાં કામ કરતા 17 વર્ષના સારલા અર્જુનભાઈ મુન્નાભાઈને છાતીમાં દુખાવો શરૂ થતાં ગૅરેજના મેદાનમાં પડી ગયો હતો. સાથી મિત્રોની મદદથી અર્જુનભાઈને સાયલા હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ શંકાસ્પદ હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થયાનું જણાવતાં લાશે પીએમ માટે લઈ જવાઈ ત્યારે ઉંદરોએ કાન કોતરી ખાધો હતો.

અન્ય સમાચારો પણ છે...