તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાયલા: સાયલાના સેજકપર ગામે ગાડીની સાઇડ કાપવા બાબતે યુવાન સાથે મનદુ:ખ થયું હતું. જેમાં બાઇક લઇને આવતા યુવાનના પિતાને બે કાર લઇને આવેલા શખ્સોએ બાઇકને ટક્કર મારી યુવાનના પિતા પર પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો.ઇજાગ્રસ્ત આધેડને સાયલા દવાખાને લઇ જતા રસ્તામાં જ મોત થઇ ગયું હતું.
સાયલાના સેજકપર ગામે દીગરાજ માણસીભાઇ ખવડ કાર લઇ જતા હતા. તે દરમિયાન સાઇડ કાપવા બાબતે રાજુભાઇ દડુભાઇ ખવડ સાથે બોલાચાલી થઇ હતી અને ત્યાર બાદ પરિવારજનોએ સમાધાન પણ કરાવ્યું હતું. શુક્રવારે દીગરાજભાઇના પિતા માણશીભાઇ દેવાયતભાઇ ખવડ સુદામડાથી બાઇક લઇને સેજકપર જતા હતા. તે દરમીયાન બે કાર ધસી આવી હતી અને બોલેરો કારના ચાલકે મોટર સાઇકલ સાથે ભટકાડતા માણસીભાઇ રસ્તા વચ્ચે પડી ગયા હતા. અને બોલેરો કારમાંથી ઉતરી હાથમાં ધારીયુ લઇ આવેલા રાજુભાઇ દડુભાઇ ખવડ અને દડુભાઇ જીવાભાઇ ખવડ તેમજ સ્કોપીઓ કારમાં સુરેશભાઇ દડુભાઇ, સાંતુભાઇ ખવડ હાથમાં ધોકા લઇ આવીને તારા દિકરાની બહુ હોંશીયારી વધી ગઇ છે. તેમ કહીને ગાળો આપી હતી.
માણસીભાઇએ ગાળો આપવાની ના પાડતા હાથ પગના ભાગે માર મારીને તમામ શખ્સો સૃદામડા તરફ નાસી છુટયા હતા. આ બાબતે ઇજાગ્રસ્ત માણસીભાઇને સાયલા દવાખાને લઇ જવાયા હતા પરંતુ થોરીયાળી ગામ પાસે પહોંચતા જ માણસીભાઇ બેભાન થઇ ગયા હતા. જ્યારે સાયલા સાયલા હોસ્પિટલે પહોંચતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતા સાયલા પ્રોબેશનલ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય પીએસઆઇ ડી.વી.ડાંગર અને બસીયા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી જઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Sponsored By
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.