તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વણોદ ગામે જમીન ખરીદવાની લાલચે માંડલની મહિલા સાથે લાખોની છેતરપિંડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સસ્તા ભાવની લાલચ આપી બેંકમાં RTGS દ્વારા નાણાં જમા કરાવી કૌભાંડ

પાટડી: પાટડી તાલુકાના વણોદ ગામની આજુબાજુની જમીનના ભાવો આસમાને પહોંચતા સસ્તા ભાવે જમીન આપવાની લાલચે વણોદ ગામના બે શખ્સોએ માંડલ તાલુકાના રખીયાણા ગામની મહિલા પાસેથી બેંકમાં આરટીજીએસ દ્વારા રૂ. 50 લાખ ભરાવી કૌભાંડ આચર્યાની દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા સમગ્ર પથંકમાં ચકચાર ફેલાઇ છે.
પાટડી તાલુકાના વણોદ ગામ નજીક હાંસલપુર ચોકડી પાસે મારૂતી અને હોન્ડા સહિતની મસમોટી કંપનીઓએ પ્લાન્ટો સાથે મોટું રોકાણ કરતા વણોદ આજુબાજુના વિસ્તારોની જમીનોના ભાવો આસમાને પહોંચી ગયા હતા. ત્યારે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના રખીયાણા ગામના પોપટભાઇ દયાળજીભાઇ પટેલની પત્નિ હિરાબેનને નીચા ભાવે જમીન ખરીદવાની લાલચ આપી તા. 15-11-2016ના રોજ મારી માતા બબુબેન નારણભાઇ પટેલ અમારા સંયુક્ત ખાતેદારથી અમારા પિતા નારણભાઇ પ્રભુભાઇ પટેલની વડીલો પાર્જીત વણોદ ગામની મિલ્કત સર્વે બ્લોક નં.669, હે.આરે.ચો.મી.1-30-51 જમીન ટેકનિકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાઓને રૂ. 98,99,886માં વેચાણ દસ્તાવેજથી વેચાણ આપી હતી. 

સદ કોટનના માલિકના ખાતામાં રૂ. 50 લાખ ટ્રાન્સફર કરાવ્યા
આ જમીનના નાણા હિરાબેન પોપટભાઇ પટેલ અને એમની માતા બબુબેન નારણભાઇ પટેલના વણોદ ગામની જ પંજાબ નેશનલ બેંકના સંયુક્ત ખાતામાં જમા થયા હતા. માંડલના રખીયાણા ગામના હિરાબેન પોપટભાઇ પટેલની મુલાકાત વણોદ ગામના કન્ટ્રક્શન લાઇનમાં બિલ્ડર તરીકે અને જમીન લે-વેચની દલાલી તરીકેનું કામ કરતા સોહિલખાન ઇકબાલખાન મલેક સાથે થઇ હતી. એમણે વણોદ ગામે સસ્તા ભાવે જમીન આપવાની લાલચ આપી રૂ. 60 લાખની જમીન માટે હાલ રૂ. 50 લાખ આપો અને બે-ત્રણ માસ પછી હું આ જમીનનો કબ્જો મેળવી તમને વેચાણ દસ્તાવેજ કરી આપવાનું જણાવી એમણે એમના એક સંબંધીના સદ કોટનના માલિકના ખાતામાં આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરાવવાનું જણાવતા હિરાબેન પોપટભાઇ પટેલે એમના પંજાબ નેશનલ બેંકના સંયુક્ત ખાતામાંથી સદ કોટનના માલિકના ખાતામાં આરટીજીએસ દ્વારા રૂ. 50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. 

10 લાખનો ચેક રીટર્ન થતા જ્યુડિશિયલ કોર્ટમાં દાખલ કરાયો 
આ વાતને ચાર માસ જેટલો સમય વિતવા છતાં દસ્તાવેજ કરવાના બદલે વણોદ ગામના સોહિલખાન મલેક ગલ્લા તલ્લા કરી બહાના બતાવવાની સાથે આ વાતને સવા બે વર્ષ જેટલો સમય કાઢી નાખતા અમે અમારા નાણાની કડક ઉઘરાણી કરતા સોહિલખાને રૂ. 10 લાખનો ચેક અપુરતા બેલેન્સના કારણે રીટર્ન થયા અંગેનો માંડલ જ્યુડિશિયલ કોર્ટમાં દાખલ કર્યો હતો. આથી માંડલ તાલુકાના રખીયાણા ગામના હિરાબેન પોપટભાઇ પટેલે એમના ભાઇઓ સાથે મળીને વણોદ ગામના સોહિલખાન ઇકબાલખાન મલેક અને સદ કોટનના માલિક મળી કુલ બે શખ્સો સામે દસાડા પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટક કરવાની તજવીજ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ  જી.એન.શ્યારા ચલાવી રહ્યાં છે.પાટડી તાલુકામાં જમીનના ભાવો આસમાને પહોંચતા લોકો ખરીદી કરવા માટે તાલુકામાં જઇ રહ્યા છે ત્યારે ઠગાઇ કરનારા શખસો પણ સક્રિય બન્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો