તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડી ટેલિફોન વિભાગના નિવૃત્ત કર્મી ચેસના મહારાથી : અનેક અવોર્ડ જીત્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ચેસની રમતમાં અનેક એકલવ્ય તૈયાર કરી પંથકનું નામ રોશન કર્યું

પાટડી: પાટડીના ચેસના ભીષ્મ પિતામહ ગણાતા ખેલાડીએ નિવૃતિ પછી પણ કુલ નવ ટૂર્નામેન્ટમાં ચેમ્પીયન બની ઇતિહાસ રચ્યો છે. ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમવાની સાથે નેશનલ લેવલે અનેક એવોર્ડ જીતનાર હાલમાં સ્કુલના ભુલકાઓને મફત ચેસ શીખવે છે.વય સાથે યુવાનીને કોઇ સંબંધ નથી માણસની વૃતિ યુવાન હોવી જોઇએ એનું ઉત્તમ ઉદાહરણ એટલે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ ચેસમાં અસંખ્ય એવોર્ડ મેળવવાની સાથે ચેસ જેવી ખુબ જ ધ્યાનપૂર્વક રમવાની રમતમાં અનેક એકલવ્ય તૈયાર કરનારા પાટડીના વિરેન્દ્રસિંહ ઝાલાએ નિવૃત્તિ પછી પણ નવ ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો છે.
 સને 1979માં થાનગઢ ટેલિફોન વિભાગમાં નોકરીની શરૂઆત કરનારા વિરેન્દ્રસિંહ ઝાલા 2016માં નિવૃત થયા હતા. 1980માં ચેસ રમવાની શરૂઆત કરનારા વિરેન્દ્રસિંહ ઝાલાએ બીએસએનએલમાં ચાર વખત ઓલઇન્ડીયા લેવલે ચેમ્પીયન રહેવાની સાથે અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની સાથે અનેક નેશનલ એવોર્ડ વિજેતા વિરેન્દ્રસિંહ ઝાલાએ નિવૃત્તિ પછી 2016માં લુણાવાડામાં ખેલ મહાકુંભમાં ચેમ્પિયન, ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટમાં પણ ચેમ્પિયન 2019માં સિનીયર સિટીઝન સ્પર્ધામાં 3 વખત ગુજરાત ચેમ્પિયન અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ઓલ ગુજરાત લેવલે ચેમ્પિયન બની પછાત રણકાંઠાનું નામ ચેસ ક્ષેત્રે ઇન્ટરનેશનલ ફલક પર ગુંજતુ કર્યુ છે.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો