છતરિયાળા શાળામાં 18 દિવસ બાદ 35 વિદ્યાર્થીઅોએ અભ્યાસ શરૂ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાલી મંડળ અને શિક્ષણ વિભાગ વચ્ચેનો વિવાદ ઉકેલાયો
  • 2 દિવસ બાદ પરીક્ષા શરૂ થતી હોઇ 18મી પછી તપાસ થશે : શિક્ષણાધિકારી

લીંબડી: વિદ્યાર્થી, વાલીઓ અને એસએમસીના સભ્યોએ 3 માસ સુધી શિક્ષકની બદલી કરવા રજૂઆતો કરી છતાં માંગણી નહીં સંતોષાતા તા.21 સપ્ટેમ્બરે ધો-5ના 36 વિદ્યાર્થીએ એલ.સી કઢાવી શાળા છોડી દીધી હતી. ઘટનાને બે દિવસ વીતી ગયા છતાં શિક્ષક વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતા વિદ્યાર્થીઓ અને વાલી મંડળે દિવ્યભાસ્કરને આપ વિતી જણાવતા અને  સમાચારને વાચા આપતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. 

3 માસ સુધી રજૂઆતોને ધ્યાને નહીં લેતાં જિલ્લા શિક્ષણાધિકારી આખરે છતરીયાળા દોડી આવ્યા હતા. શિક્ષક રમેશભાઈ કમેજળીયાની ખાંડીયા ગામે કામગીરી ફેરફાર બદલી ઓર્ડર કરી દીધો હતો. પરંતુ વાલી શિક્ષકની કાયમી બદલી કરવાની માંગને લઈ મક્કમ રહ્યા હતા. શિક્ષકની કાયમી બદલીનો વિવાદ નહીં ઉકેલાતા 18 દિવસ 36 છાત્રોએ ભણતરથી અળગા રહ્યા હતા.  તાલુકા શિક્ષણાધિકારી પ્રતાપભાઈ મકવાણાના પ્રયાસો થકી તા.9 ઓક્ટોબરે વાલીઓ અને ડીપીઓ વચ્ચે  

શિક્ષકને અહીં નહીં મૂકાય તેવી બાંહેધરી
આ અંગે વાલી અને એસએમસી સભ્ય ઓધવજીભાઈ અણીયાળીયાએ જણાવ્યું કે, ટીપીઓએ ડીપીઓ સાથે મુલાકાત કરાવી જેમાં તે શિક્ષકને ફરીવાર છતરીયાળા નહીં મૂકાય તેવી બાહેંધરી આપી ટુંક સમયમાં તપાસ શરૂ કરી કાયમી બદલીનો નિર્ણય લેવાનો વિશ્વાસ આપ્યો છે.