તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલાના 535 પગથિયા ભાઇઓએ 25, બહેનોએ 35 મિનિટમાં પુરા કરવાના રહેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સ્પર્ધા અંતર્ગત પ્રાત કચેરીમાં બેઠક યોજાઈ
 • તા.23મીએ 153 ભાઇ-બહેનો આ સ્પર્ધામાં ભાગ લેશે

ચોટીલા: ચોટીલાના ચામુંડા મંદિર ડુંગર પર સૌપ્રથમવાર  સરકાર દ્વારા આગામી તા.23-1-2020ના રોજ જુનિયર ભાઈ- બહેનો સ્પર્ધકો સુજ અને આવડત સામે આવે તેવા હેતુથી  પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કરાયુ છે. જેના માટે પ્રાંત કચેરીમાં એક બેઠક યોજાઇ હતી.ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગર પર તા.23-1-2020ના રોજ પર્વતારોહણ અંગેની સ્પર્ધા યોજાશે. જે આંતર્ગત તા. 9 જાન્યુઆરીને-2020ને ગુરૂવારે  સાંજે પ્રાંત અધિકારી આર.બી.અંગારીના અધ્યક્ષતામાં જિલ્લા રમતગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, હિતેશભાઈ મેસવાણિયા અને ચોટીલા પીઆઈ આર.જે.રામ સહિતના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં 535 ના પગથિયાં સાથે ભાઈઓએ 25 અને બહેનો માટે 35 મિનિટમાં પુરા કરવાના રહેશે. સ્પર્ધામાં 153 ભાઈ અને બહેનો ભાગ લેશે.

1 થી 10 સ્પર્ધકોને પુરસ્કાર અપાશે
આ સ્પર્ધામાં પ્રથમ આવનારને રૂ. 12,500, બીજાને રૂ.10,000, ત્રીજાને રૂ.7,500, ચોથાને રૂ.6000, પાંચમાને રૂ.5,000, છઠ્ઠાને રૂ.4,500, સાતમાને રૂ.4,000, આઠમાને રૂ.3,500, નવમાને રૂ.3,000 અને 10માં નંબરે આવનાર સ્પર્ધકને રૂ.2,500ની રોકડ રકમ મળીને કુલ રૂ.1,17,000ના પુરસ્કારો આપીને સન્માનિત કરાશે.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો