તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલા ચામુંડા મંદિરે તળેટીએ દર્શન કરી માનતા પૂરી કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરઃ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ચડવાના પગથિયાં પર તા.29-3-2020 સુધી દર્શનાર્થીઓ દર્શન નહિ કરી શકે તેવા બેનરો લગાવાયા હતા. જેના કારણે ગુજરાત રાજ્ય બહારથી આવતા ભક્તજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અને લોકો ગેટ બહાર ઉભા રહીને દર્શન કરી પોતે માનેલી માનતાઓ પૂર્ણ કરતા હતા.  મુંબઇના યોગેશભાઈ શાહે જણાવ્યું કે, હું અને મારા પત્ની બન્ને પહેલીવાર ચોટીલા માતાજીના દર્શન માટે આવ્યા છીએ. પરંતુ જે સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા જે નિર્ણય લેવાયો છે તે ખરેખર આવરકારવા લાયક છે.અને લોકો દર્શન ગેટ બહાર ઉભા રહીને પણ દર્શન કરી શકે છે તેવી પણ વ્યવસ્થા છે. 

બાધા પુર્ણ થયાનુ જણાવતા ચોટીલા ડુંગર તળેટીના પગથીયે માથુ ટેકવી માનતા પુર્ણ કરી
જુનાગઢના ધર્મેશ બટુકભાઇ જગાણી, સોનલબેન જગાણીએ તેમનો દિકરો યુવરાજ બોલવાની તકલીફ થતી હોવાથી દીકરાના ભારોભાર બોર તોલી માતાજીને અર્પણ કરવાની બાધા રાખી હતી. જે પુર્ણ કરવા જુનાગઢથી ચોટીલા પગપાળા દર્શને આવ્યા હતા. પરંતુ કોરોના વાઇરસની તકેદારીના પગલે મંદિરમાં જવાનું બંધ હોવાથી મહંત વસંતગીરી બાપુએ તેમની બાધા પુર્ણ થયાનુ જણાવતા ચોટીલા ડુંગર તળેટીના પગથીયે માથુ ટેકવી માનતા પુર્ણ કરી હતી.

કોરોના વાયરસને ધ્યાનમાં મંદીર બંધ
ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પરનું મંદીર કોરોના વાયરસને ધ્યાનમાં રાખી બંધ કરાયું છે. પરંતુ તળેટી વિસ્તારમાં આવેલાં ચામુંડા માતાજીનું મંદિર અને નવગ્રહ મંદિરમાં દર્શન અને હાથ ધોવા માટે સાબુ પાણીની વ્યવસ્થા કરવાં માં આવી છે. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા  માતાજીના દર્શન કરવાં આવતા માઇ ભગતો ને મોં પર રૂમાલ અને કે કોઈ કપડું બાંધી દર્શન કરવાં ખાસ સુચન કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...