અંધશ્રદ્ધા દૂર કરવા અનોખો પ્રયાસ, યુવાનોએ સ્મશાનમાં સત્ય નારાયણ કથા કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સત્ય નારાયણની પૂજા કરી પ્રસાદ વેચવામાં આવ્યો હતો
  • આ પ્રકારના પ્રયોગોથી લોકોનામાં કાળી ચૌદશના દિવસે ભૂતપ્રેતનો ડર દૂર થશે

ગીર સોમનાથ: દેશમા આજે પણ કેટલાક રાજ્યોમાં લોકો કાળી ચૌદશના દિવસે ભૂતપ્રેતના ડરથી ઘરની બહાર નિકળતા નથી. ત્યારે ગીરગઢડાના મોટા સમઠીયાળા ગામે લોકોની અંધશ્રદ્ધા દૂર કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. અહીં ગ્રામજનો દ્વારા સ્માશાનમાં સત્ય નારાયણની કથા કરવામાં આવી હતી. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો સ્મશાનમાં પહોંચ્યા હતા. સત્ય નારાયણની પૂજા કરી પ્રસાદ વેચવામાં આવ્યો હતો. ગ્રામજનોનું માનવું છેકે આ પ્રકારના પ્રયોગોથી લોકોનામાં કાળી ચૌદશના દિવસે ભૂતપ્રેતનો ડર દૂર થશે.