પ્રાંત અધિકારીની આગેવાનીમાં મંદિર અને મસ્જિદનું ડીમોલેશન કરાતાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, વેપારીઓએ સ્વયંભુ બંધ પાળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા મોડી રાત્રે હનુમાનજી મંદિર અને દરગાહ તોડી પાડવામાં આવી

ગીર સોમનાથ:વેરાવળમાં પ્રાંત અધિકારીની આગેવાનીમાં એક મંદિર અને મસ્જિદનું ડીમોલેશન કરી દેવાતા મામલો ગરમાયો હતો. જેમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘટનાની વિગત અનુસાર કે.કે.મોરી નજીકનાં હનુમાનજી મંદિર અને વેરાવળ ચોપાટી પર આવેલી દરગાહ તંત્ર દ્વારા મોડી રાત્રે જમીનદોસ્ત કરવામાં આવી હતી. જે ઘટનાની જાણ લોકોને વહેલી સવારે થતાં લોકો ચોપાટી ખાતે ઉમટી પડ્યાં હતા. જે દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.

વેપારીઓએ સ્વયંભુ બંધ કરી વિરોધ નોંધાવ્યો
તંત્ર દ્વારા 2 ધાર્મિક સ્થળો તોડી પાડવા મામલે શહેરની બજારો બંધ કરી દેવામાં આવી છે. હિન્દુ સંગઠન દ્વારા તંત્રના વિરોધમાં બંધ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. જો કે વેપારીઓએ પણ સ્વયંભુ બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. હાલ શહેરમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટરે સમાજનાં આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. જેનો સમાજના લોકોએ બહિષ્કાર કર્યો હતો.