તુવેરકાંડ / કેશોદ માર્કેટ યાર્ડમાંથી તુવેરને બીજે લઈ જવાની તજવીજ, વિરોધ થતાં અંતે સેમ્પલો લેવાયા

DivyaBhaskar.com

May 15, 2019, 03:12 PM IST

 • સેમ્પલિંગ બાદ સારો અને નબળો માલ કેટલો તેનો સાચો ખ્યાલ આવશે

કેશોદ: કેશોદ માર્કેટ યાર્ડ ખાતે લોકસભા ચૂંટણી પૂરી થયાનાં બીજા જ દિવસે તુવેરમાં ભેળસેળ થયાની ફરિયાદ 7 આરોપીઓ સામે દાખલ કરવામાં આવી હતી. અને પુરવઠા વિભાગ દ્વારા 3241 ગુણી સીઝ કરાઇ હતી. પરંતુ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરાયેલો જથ્થો 90 લાખનો હતો. જ્યારે એફઆઇઆરમાં નબળી તુવેરની રકમ 26 લાખ બતાવવામાં આવી હતી. આથી એ સ્પષ્ટ થઇ ગયું હતું કે, સીઝ થયેલા જથ્થામાં સારી અને નબળી બન્ને પ્રકારની ગુણવત્તાનો જથ્થો હોવાથી તેનું સેમ્પલિંગ જરૂરી બન્યું હતું. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તૂવેરને બીજે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી.

ડીવાયએસપીની હાજરીમાં કેમ્પલિંગની કાર્યવાહી

ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતિના કન્વિનર ધીરૂભાઇ જાટિયા અને પ્રવક્તા ભરતભાઇ લાડાણીએ પુરવઠા ખાતાને રજુઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. અંતે માંગણીને પુરવઠા ખાતાએ માન્ય રાખી પુરવઠા મામલતદાર સુમન દેશમુખ અને ડિવાયએસપી જે. બી. ગઢવીની હાજરીમાં પોલીસે સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરી હતી અને બાદમાં તુવેરને બીજે ખસેડવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. સમગ્ર તૂવેર ભેળસેળકાંડમાં પુરવઠા વિભાગ દ્વારા 90 ટકા કામગીરી કરવાની થતી હતી. જેમાં ફરિયાદ કરવાથી માંડીને જથ્થાને સીઝ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવો, તેનું સેમ્પલિંગ કરવું અને રોજકામ કરવું.

(પ્રવીણ કરંગીયા, કેશોદ)

X
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી