• Home
  • Lifestyle
  • Travel
  • The arrival of more than the tourists in Amsterdam, the government stop tourism advertised

નેધરલેન્ડ / એમ્સ્ટરડેમમાં જરૂર કરતાં વધુ પ્રવાસીઓનું આગમન, પર્યટનની જાહેરાતો સરકારે બંધ કરી

The arrival of more than the tourists in Amsterdam, the government stop tourism advertised
X
The arrival of more than the tourists in Amsterdam, the government stop tourism advertised

  • કુદરતી સૌંદર્ય નિહાળવા લોકોનો ધસારો, એમ્સ્ટરડેમ  જતી અનેક એરલાઈન્સે ભાડા સસ્તા કર્યા
  • ગત વર્ષે એમ્સ્ટરડેમ માં 1.8 કરોડ પર્યટકો આવ્યા હતા, 2030 સુધીમાં આ સંખ્યા 4 કરોડે પહોંચે તેવો અંદાજ
  • એમસ્ટર્ડમની સ્થાનિક વસ્તી અંદાજે 8 લાખ, નેધરલેન્ડને પ્રવાસનથી દર વર્ષે 91.5 અબજ ડોલરની આવક

Divyabhaskar.com

May 28, 2019, 10:20 AM IST

એમ્સ્ટરડેમ: નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમની સુંદરતા, નાના-નાના ઘરો અને વિશાળ નહેરો લોકોને જોવી ખૂબ ગમે છે. તેથી દર વર્ષે લાખો લોકો અહીં પ્રવાસે આવે છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને લીધે શહેરમાં રહેતા લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે. હવે નેધરલેન્ડ સરકારે પ્રવાસી દેશ તરીકેની જાહેરાતો પર પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. 

અમે વેનિશ જેવું શહેર બનાવવા નથી માંગતાઃ તંત્ર

એમ્સ્ટરડેમમાં રહેતા લોકોએ પ્રવાસીઓને અપીલ કરવાનું શરૂ કર્યું છે, જેથી તેઓ નેધરલેન્ડ જવાનું છોડી અન્યત્ર પ્રવાસે જઈ શકે. તેના માટેનું કારણ એ છે કે, એમ્સટર્ડમમાં ઘણી સંખ્યામાં સાયકલ ચલાવવામાં આવે છે. જેથી અહીં ગીચ ટ્રાફિક પણ રહેતો નથી. તેનો લાભ લઈને પ્રવાસીઓ રસ્તાને રમતનું મેદાન બનાવી દે છે. આવું કરવાથી સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. 

ડચ આર્કિટેક્ચરલ કંપની 'ઓએમએ'ના ભાગીદાર એલન વાન લુન કહે છે કે, અમારા ઉપર ઘણું દબાણ છે. એમ્સ્ટરડેમને અમે વેનિસ જેવું બનાવવા નથી માંગતા. ખરેખર, લોકો એમ્સ્ટરડેમને પ્રેમ કરે છે, અને આસપાસ ફરવા માટે અહીં આવે છે. એલન એમ પણ કહે છે કે, નેધરલેન્ડને પ્રવાસનથી દર વર્ષે 91.5 અબજ ડોલર (રૂપિયા 6 લાખ કરોડ) મળે છે, પરંતુ વધુ પ્રવાસીઓથી શહેરની આત્મા જાણે મૃત્યુ પામી રહી છે.

યુરોપમાં ઇટાલીના વેનિસ અને યુરોપિયન પ્રવાસન સ્થળોની જેમ, લોકોએ એમ્સ્ટરડેમમાં આવવાનું શરૂ કર્યું છે. જેના કારણે, એરલાઇન્સે પણ એમ્સ્ટરડેમની આગામી ફ્લાઇટ્સનાં ભાડાં ઓછા કરતાં પ્રવાસીઓ સસ્તા ભાડામાં જવાનું વધુ પસંદ કરે છે. ગયા વર્ષે એમ્સ્ટરડેમમાં 1.80 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. 2030 સુધીમાં આ આંકડો 4.20 કરોડ સુધી પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એમ્સ્ટરડેમની વર્તમાન વસ્તી 8.22 લાખ છે.

એમ્સ્ટરડેમ એડમિનિસ્ટ્રેશને આ વર્ષની શરૂઆતમાં પર્સ્પેક્ટિવ 2030 રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, સરકારનું ફોકસ સ્થળને લોકપ્રિય બનાવવાનું (ડેસ્ટિનેશન પ્રમોશન) નથી પરંતુ સ્થળનું સ્થળ સંચાલન (ડેસ્ટિનેશન વ્યવસ્થાપન)નું છે. દસ્તાવેજમાં દેશમાં પ્રવાસીઓની વધતી સંખ્યાને રોકવા માટે વ્યૂહરચનાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે મુજબ, જો પ્રવાસીઓ બંધ ન થાય તો ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે છે. ગયા વર્ષે શહેરમાં એક આર્ટ ગેલેરીમાં 'આઇ એમ એમ્સ્ટરડેમ' (2 મીટર ઊંચું) લખેલું સાઇનબોર્ડ હટાવવું પડ્યું હતું. સરકારનો આવો એપ્રોચ પ્રવાસીઓ માટેની જગ્યા ટૂંકા પડતાં હવે તેમને અહીં આવતા રોકવા માટેનો છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી