સુરસાગર ડેરીના ચેરમેનના પુત્રની બર્થ-ડે પાર્ટીમાં ફાયરિંગનો કથિત વીડિયો ફરતો થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય વિરોધીનું બદનામ કરવાનું કાવતરું છે : ચેરમેનના પુત્ર

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સુરસાગર ડેરીના ચેરમેનના પુત્રના જન્મ દિવસની પાર્ટીમાં ફાયરીંગ કરવામાં આવ્યુ હોવાની વિગતો સાથેનો કથીત વિડિયો ફરતો થતા રાજકિય ગતી વિધી તેજ થઇ ગઇ છે.ફાયરીંગ કરીને પછી કેક કાપવામાં આવી હોવાનું કહેવામાં આવી રહયુ છે. પરંતુ પોતાના રાજકિય હરીફ અને ચેરમેનની સારી છાપને ખરડાવવા માટે કોઇએ આવુ હલકુ કામ કર્યુ હોવાનું તેમના પુત્રએ જણાવ્યું હતું.

સોશિયલ મિડીયાના વર્તમાન સમયે પ્રતિષ્ઠીત વેપારી,રાજકિય અગ્રણીઓ, પોલીસ,ગુનેગાર સહિતના ઘણા લોકોના સાચા ખોટા વિડિયો સોશિયલ મિડીયામાં ફરતા થઇ જાય છે.આવા સમયે સુરેન્દ્રનગર સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડના પુત્રના જન્મ દિવસે કોઇ હોટલમાં રાત્રીના સમયે કેક કાપવા સાથે પાર્ટીનું આયોજન કરીને કેક કાપતા પહેલા સાત જેટલા રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા હોવાની કથીત વિગતો અને વિડીયો સોશિયલ મિડીયામાં ફરતી થઇ છે. જેને લઇને રાજકિય ચકચાર ફેલાઇ છે.વિડિયોમાં છ થી સાત જેટલા લોકો દેખાય છે. 

એક વ્યક્તિના હાથમાં રીવોલ્વોર છે અને તે અંદાજે સાત જેટલા ફાયરીંગ કરે છે ત્યાર બાદ કેક કાપીને ઉજવણી કરવામાં આવે છે.આ વિડિયો અંગે સ્પસ્ટતા કરતા બાબાભાઇ ભરવાડના પુત્ર અજયભાઇ ભરવાડે જણાવ્યુ કે મારા પિતાજી બાબાભાઇ વર્તમાન સમયે ડેરીનો ખૂબ સારો વહીવટ કરીને પશુપાલકોના હિતમાં કામ કરી રહયા છે.તેમની રાજકિય કારર્કિદીની સારી છાપને સમાજ અને પક્ષમાં ખરાડાવવા માટે રાજકિય હિતશત્રુઓ આવી ગંદી ચાલ રમ્યા હોય અને તેના માટે સોશિયલ મિડીયાનો સહારો લીધો હોય. બાકી અમારા કુટુંબમાં અત્યારે કોઇ નો જન્મ દિવસ નથી. આ વર્ષે મારો જન્મ દિવસ હતો તેની ઉજવણી કરવા માટે હું કાઇ બહાર નથી ગયો મારા ઘરના સાથે જ જન્મ દિવસ ઉજવ્યો છે. વર્ષો પહેલાના જૂના વિડીયોનો ઉપયોગ અમને બદનામ કરવા માટે કર્યો છે.