ઉના / કાજરડીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સગર્ભાનું મોત, ડોક્ટરની બેદરકારીનો પરિવારનો આક્ષેપ

  • પરિવારજનોએ ડોક્ટરની બેદરકરાની કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો

Divyabhaskar.com

May 16, 2019, 01:38 PM IST

જૂનાગઢ: ઉનાના કાજરડી ગામમાં બુધવારે સગર્ભા મહિલાને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જે બાદ ડોક્ટરે સારવાર કરી રજા આપી દીધી હતી. પરંતુ રજા આપ્યા બાદ ઘરે ફરી તબિયત લથડતા સગર્ભા મહિલાને ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બાળક સહિત સગર્ભાના મોતના મામલે પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. હાલ સગર્ભાના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે દવાખાનામાં કોઈ મોટા ડોક્ટર હતા નહી અને અમને જે ઈન્જેક્શન લાવવાનું કહેતા હતા તે અમે લઈ આવતા હતા.જેથી ડોક્ટરની બેદરકારીના કારણે સગર્ભાનું મોત નિપજ્યું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી