ક્રૂરતાભર્યું કૃત્ય / ચોટીલાના જાંબુમાં માલધારીને બંદુક બતાવી 13 ગાય-1 સાંઢની લૂંટ, હત્યા

shown a gun to Maldhari 13 cows-1 stolen robbery, murder in village of chotila

  • 3 લક્ઝુરિયસ કાર લઇ આવેલા મચ્છડાઓનો માલધારીઓએ પીછો કરતાં 1 કાર સ્થળ પર મૂકી ભાગી છૂટ્યા
  • ઉપ સરપંચના પુત્ર સહિત પડોશી ગામના 9 નરાધમો માંસ લઇ ફરાર થતાં કાર્યવાહી
  • હિન્દુ-મુસ્લિમ વચ્ચે વાતાવરણ તંગ થવાના એંધાણથી પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડી દીધો

divyabhaskar.com

May 17, 2019, 08:14 AM IST

લીંબડી: લીંબડી તાલુકાના જાંબુ ગામના ઉપ સરપંચના પુત્રએ પાડોશી ગામના એક વ્યક્તિ અને અજાણ્યા 7થી વધારે નરાધમોને સાથે રાખી 3 વાહનો લઈ વાડામાં યુવક માથે બંદૂક મૂકી 13 ગાયો અને 1 આખલાની લૂંટ ચલાવી કેનાલ પાસે હત્યા કરી ગૌમાંસ લઈ ફરાર થયા છે.

લીંબડી તાલુકાના જાંબુ ગામે મોડી રાત્રે માલધારી કૂટુંબ નિંદ્રાધીન હતું ત્યારે જાંબુ ગામના ઉપ સરપંચ સલીમ મુસેવાળાનો પુત્ર ફારૂક લક્ષ્મીસર ગામનો મહેમુદ ઉર્ફે મુન્નો સલમાન મીણાપરા અને અજાણ્યા સાતથી વધારે નરાધમો માલધારીના વાડામાં બાંધેલા પશુઓની લૂંટ ચલાવવા આવ્યા હતા. પરંતુ પાડોશીનો યુવક જાગી જતા તેના માથે બંદૂક મૂકી ચૂપચાપ રહેવાનું કહીં 13 ગાય અને 1 આખલો ઈનોવા, સ્કોર્પિયો અને આઈ ટ્વેન્ટી કારમાં ભરી ભાગી છૂટયા હતા.

નરાધમો ચાલ્યા ગયા બાદ ડરેલા યુવકે બુમાબુમ કરી પરિવારને જગાડતાં મછડાઓનો પીછો કરતાં વલ્લભીપુર બ્રાન્ચની નર્મદા કેનાલ પાસે નિર્દોષ ગાયોના બુમરાણા સંભળાતાં માલધારીઓ તે તરફ આગળ વધ્યા હતાં પરંતુ લોકોને જોઈ નરાધમો 3 કારમાં ગૌમાંસ ભરી નાસી છૂટયા હતા. કેનાલના સાઈફન પાસે નિર્દોષ ગાયોના ટૂકડા તથા કેનાલના પાણીમાં ગૌવંશ અને આખલાના અમુક અવશેષો વહી રહેલા જોઈ પશુપાલકો ભાંગી પડયા હતા. કરશનભાઈ ચાવડાએ પાણશીણા પોલીસ મથકે 13 ગાય અને 1 આખલાની હત્યા કરી 5.25 લાખનું નુકસાન કરનારા નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

છાનો-માનો પડ્યો રહે, નહીં તો એક ભડાકે કામ પૂરું
માલધારીના વાડા પાસે હું સુતો હતો કશો અવાજ આવતાં મારી ઉંઘ ઉડી મેં જોયું તો કેટલાક લોકો પશુને ગાડીઓમાં ભરી રહ્યા હતા મેં કહ્યું શું કરો છો તો એક વ્યક્તિએ મારા માથે રિવોલ્વર મૂકી દીધી અને કહ્યું છાનો-માનો મુંગો પડ્યો રહે નહીં તો એક ભડાકે કામ પુરું થઈ જશે. - વિજયભાઈ પગી.

X
shown a gun to Maldhari 13 cows-1 stolen robbery, murder in village of chotila
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી