અકસ્માત / પશ્ચિમ બંગાળમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ધારાસભ્ય લલિત કગથરાના મોટા પુત્રનું મોત

મૃતક વિશાલ કગથરા

  • લલિત કગથરાનો પુત્ર વિશાલ પરિવારજનો સાથે બહેરામપુર ફરવા ગયો હતો
  • આવતીકાલે સવારે 9 વાગ્યે અંતિમયાત્રા નીકળશે

Divyabhaskar.com

May 18, 2019, 06:00 PM IST

રાજકોટ: મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના મોટા પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં મોત થયું છે. જ્યારે નાનો પુત્ર રવિ ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ ધારાસભ્ય લલિતભાઈ કગથરાના બે પુત્રો રવિ અને વિશાલ દિવ્યાંગ બાળકોને લઇને પશ્વિમ બંગાળના પ્રવાસે ગયા હતા. જ્યાં કોલકતાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતાં.પરંતુ ફલાઈટ ચૂકી જતા કલકત્તાથી વોલ્વો બસમાં લલિત કગથરાના પુત્ર વિશાલ સહિત 3 દંપતી બહેરામપુર તરફ આવી રહ્યાં હતાં, ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત થતાં વિશાલ કગથરાનું મોત નિપજ્યું હતું. આવતીકાલે સવારે 9 વાગ્યે લલિત કગથરાના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળશે.

બસની બહાર વિશાલનું મોઢુ હોવાથી ટ્રક સાથે અથડાતા હેમરેજ
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લલિત કગથરાનો પુત્ર વિશાલ બસમાં આવી રહ્યા હતા. ત્યારે તેમનુ મોઢું બસની બારીમાંથી બહાર હતું, આ દરમિયાન રોડ ઉપરથી પસાર થતા ટ્રક સાથે તેમનું માથું અથડાતાં હેમરેજ થતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.

લલિતભાઈ કગથરાના દીકરાનું મૃત્યુ થતા મુખ્યમંત્રીએ દુઃખની લાગણી વ્યક્ત કરી
લલિતભાઈ કગથરાના દીકરાનું મૃત્યુ થતા મુખ્યમંત્રીએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું કે માર્ગ અકસ્માતની વિગત લલિતભાઈના ભત્રીજા જયેશભાઈ પાસેથી ટેલીફોન દ્વારા જાણકારી મેળવી છે. ત્યાના સ્થાનીક પ્રશાસન સાથે સંપર્કમાં રહી પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરત લાવવાની પણ વાત કરી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી