સોમનાથ / લોકસભા પરિણામના પાંચ દિવસ પહેલા અમિત શાહ સોમનાથ દાદાને શરણે, ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત

Divyabhaskar.com

May 18, 2019, 02:38 PM IST
AMIT SHAH AND HIS FAMILY IN SOMNATH

  • સોમનાથમાં અમિત શાહનું ભવ્ય સ્વાગત કરાયું

ગીર સોમનાથ: લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના પાંચ દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહ પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતાં. જ્યાં તેમનું સ્વાગત સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અમિત શાહ તેના પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા કરી અભિષેક કર્યો હતો. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન માટે આવી પહોંચ્યા હતાં. અમિત શાહ પહેલા 17 મેના સોમનાથ આવવાના હતા તેના બદલે તેઓ આજે દર્શન કરવા પહોંચ્યા હતાં.

દિલ્હીમાં કામ આવી જતા શાહ 11 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા
અમિત શાહને દિલ્હીમાં મહત્વનું કામ આવી જતા શાહ રાત્રે 11 કલાકે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત રાજકોટના મેયર, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, અને ધારાસભ્યએ કર્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે અમિત શાહ તથા તેમના પરિવાર માટે રાજકોટના સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણની વ્યવસ્થા કરી હતી. શુક્રવારે રાત્રે શાહ પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. પરંતુ તેને દિલ્હીમાં કામ હોવાથી ત્યાથી ભોજન લઇ રાત્રે 11 કલાકે રાજકોટ આવ્યા હતા.

X
AMIT SHAH AND HIS FAMILY IN SOMNATH
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી